જેથી તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ માલપુરના મુવાડા ગામે ૧૬૭ વિઘાથી વધુ ગૌચર જમીન પર કરેલ કાચા પાકા દબાણો દૂર કરવા પહોંચ્યા હતા. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામનું ગૌચર દૂર કરવાની કાર્યવાહીથી ગ્રામજનોમાં અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો. બીજી બાજુ કેટલાક રહેણાંક લોકોના મકાન પણ જાહેર રસ્તા પર બનાવામાં આવ્યા હોવાથી દુર કરવામાં આવ્યા હતા. રહેણાંક લોકોના મકાન તોડી પડાતા લોકો છત વિહોણા થયા હતા.
નોંધનીય છે કે, ગ્રામજનોએ જવાબદાર તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા થોડા સમય અગાઉ ગામના 100થી વધુ ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામૂહિક મુંડન માટે પહોંચ્યા હતાં. મુંડનની જાણ થતા તંત્ર તરફથી ગૌચર પરનું દબાણ દૂર કરવા હૈયા ધારણ આપી હતી. ત્યારે પોલીસે 25થી વધુ ખેડૂતોને જાહેરનામાના ભંગ હેઠળ અટકાયત કરી હતી.