અરવલ્લીઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં પાણીની અછત છે, ત્યાં નર્મદાનું પાણી S.K-2 યોજના અંતર્ગત પાઇપ લાઇનથી પહોંચાડવામાં આવે છે. જો કે આ પાઈપ લાઇનમાં કોઇ ને કોઇક સ્થળે પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા મોંઘેેરા પાણીનો વેડફાટ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી અરવલ્લીના જંબુસર ગામ નજીકથી પસાર થતી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જેના કારણે આજુ-બાજુમાં તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

અરવલ્લીમાં કેટલાય વિસ્તારોમાં જળાશયોનું પાણી પહોંચતુ નથી. ત્યાં S.K-2ની પાઇપ લાઇન જ પાણીનુ મુખ્ય સ્ત્રોત છે, ત્યારે હજ્જારો લીટર પાણીના વેડફાટ થતું અટકાવવા પાણી પુરવઠા વિભાગે તાત્કલીક આવા ભંગાણ રીપેર કરવા જોઇએ. પાણીનો વેડફાટ થતા ખેડૂતો અને પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.