ETV Bharat / state

મોડાસાની શાળામાં એક જ ઓરડામાં 3 વર્ગ, ઓફીસ અને મધ્યાહન ભોજનનું રસોડું

અરવલ્લી: જિલ્લામાં આવેલા મોડાસા નગરના કોર્ટ વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત શાળા નં.5 થી 7ની શાળા જર્જરીત થઈ ગઈ હોવાથી ચાર વર્ષ અગાઉ જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ શાળામાં સામાન્ય અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો માટે છેલ્લાં ચાર વર્ષથી વૈકલ્પિક વ્યવસ્થા ભાડાના મકાનમાં કરવામાં આવી છે. જોકે આ વ્યવસ્થાને ઘેર વ્યવસ્થા કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.

મોડાસાની શાળામાં એક જ ઓરડામાં 3 વર્ગ, ઓફીસ અને મધ્યાહન ભોજનનું રસોડું
author img

By

Published : Jun 26, 2019, 11:16 PM IST

મોડાસામાં નિર્માણાધીન શાળામાં ત્રણ શાળાઓ ચાલતી હતી. જે પૈકી એક શાળા ગામતળ વિસ્તારની સાંકળી ગલીઓમાં ભાડાના મકાનમાં બીજા માળે ચાલી રહી છે. છેલ્લા ચાર વર્ષથી કોઈપણ જાતની ભૌતિક સુવિધા વિના આ શાળામાં કુલ 150 બાળકો અભ્યાસ કરે છે. બાળકો માટે પીવાના પાણી અને શૌચાલયની પણ સુવિધા નથી. એક ઓરડામાં શાળાના ત્રણ વર્ગ, ઓફીસ તેમજ મધ્યાહન ભોજનનું રસોડું ચાલી રહ્યું છે.

મોડાસાની શાળામાં એક જ ઓરડામાં 3 વર્ગ, ઓફીસ અને મધ્યાહન ભોજનનું રસોડું

મહત્વનું છે કે, સુરતની ઘટના પછી પણ બીજા માળે આવેલા શાળામાં જવા આવવા માટે એક સાંકળી સીડી છે અને ફાયર સેફ્ટીના કોઈ સાધનો ઉપલબ્ધ નથી. આ ત્રણ શાળાઓના 500થી 600 બાળકો અલગ-અલગ સ્થળે ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે. જેની મળતી માહિતી અનુસાર ભાડું પણ ચૂકવાયું નથી. આ ભાડાના મકાનનું ભાડું શિક્ષકો પોતે ભોગવે છે. વધુમાં જાણવા મળ્યું કે, આ શાળાનું નિર્માણ કાર્ય ફક્ત 11 માસમાં પૂર્ણ કરવાનું હતું.

કોઈપણ સરકારી બાંધકામની સાઇટ પર કોન્ટ્રાક્ટરનું નામ, કાર્યની વિગત તેમજ કામ પૂર્ણ થવાની તારીખ હોય છે, આ સ્થળ પર આવું કશું જોવા મળતું નથી. આથી શાળાના બાંધકામમાં "અચોક્કસ" સમય લાગશે તેવું કહેવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ નથી.

Intro:ચાર વર્ષથી નિર્માણાધીન શાળાના બાળકોના દયનીય હાલ

મોડાસા અરવલ્લી

મોડાસા નગરના કોર્ટ વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત સંચાલિત શાળા નંબર ૫ ,૬ અને ૭ ની શાળા જર્જરીત થઈ ગઈ હોવાથી ચાર વર્ષ અગાઉ જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ શાળામાં સામાન્ય અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો માટે છેલ્લાં ચાર વર્ષથી વૈકલ્પિક વ્યવસ્થા ભાડાના મકાનમાં કરવામાં આવી આવી છે જોકે આને વ્યવસ્થા નહિ ઘેર વ્યવસ્થા કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી . જુઓ રિપોર્ટ

Body:નિર્માણઆધિન શાળામાં ત્રણ શાળાઓ ચાલતી હતી જે પૈકી એક શાળા ગામતળ વિસ્તાર ની સાંકળી ગલીઓમાં ભાડાના મકાનમાં બીજા મળે ચાલી રહી છે. છેલ્લા ચાર વર્ષથી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા વિના આ શાળામાં કુલ 150 બાળકો અભ્યાસ કરે છે . બાળકો માટે પીવાના પાણી અને શૌચાલયની પણ સુવિધા નથી . એક ઓરડામાં શાળાના ત્રણ વર્ગ , ઓફીસ તેમજ મધ્યાહન ભોજન નું રસોડું ચાલી રહ્યું છે.

સૌથી મહત્વની બાબત એ છે કે સુરત ની ઘટના પછી પણ બીજા માળે આવેલ શાળા માં જવા આવવા માતે માટે એક સાંકળી સીડી છે અને ફાયર સેફટી ના કોઈ સાધનો ઉપલબ્ધ નથી.

ત્રણ શાળાઓના 500 થી 600 બાળકો અલગ અલગ સ્થળે ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે જેનું મળતી માહિતી અનુસાર ભાડું પણ ચૂકવાયું નથી. આ ભાડાના મકાનનું ભાડું શિક્ષકો પોતે ભોગવે છે . વધુમાં જાણવા મળ્યું કે આ શાળાનું નિર્માણ કાર્ય ફક્ત ૧૧ માસમાં પૂર્ણ કરવાનું હતું .

સૌથી મહત્વની બાબત એ છે કે કોઈપણ સરકારી બાંધકામની સાઇટ પર કોન્ટ્રાકટરનું નામ, કાર્ય ની વિગત તેમજ કામ પૂર્ણ થવાની તારીખ હોય છે પણ આ સ્થળ પર આવું કશું જોવા મળતું નથી એટલે શાળાના બાંધકામ માં "અચોક્કસ "સમય લાગશે તેવું કહેવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ નથી.

બાઈટ સાબિરભાઈ જમાદાર પાલિકા કોર્પોરેટર મોડાસા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.