- ભિલોડાની પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી
- પોલીસે લોકોને વિખરાઇ જવાનું કહેતા અંદર-અંદર બોલાચાલી થઇ
- ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા
અરવલ્લી : જિલ્લાના ભિલોડાની પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નવા વસવાટ વિસ્તારમાં કેટલાક લોકોના ટોળા જોવા મળતા ઘટના સ્થળે પહોંચી હતી. આ સમયે બે જુથો વચ્ચે અંદોરઅંદરની બાબલ થઇ રહી હતી. કોરોના મહામારીમાં પોલીસે લોકોને વિખરાઇ જવાનું કહેતા અંદર-અંદર બોલાચાલી કરતા ટોળાએ પોલીસ સામે પથ્થરમારો કર્યો હતો.
ત્રણ પોલીસ કર્મીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી
એકાએક હુમલો થતા હેબતાઇ ગયેલા પોલીસ કર્મીઓ યેનકેન પ્રકારે જીવ બચાવી છટકી ગયા હતા. પથ્થરમારાના પગલે ત્રણ પોલીસ કર્મીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસની જીપને પણ નુકશાન થયુ હતું. ભિલોડા પોલીસ કર્મીઓએ પર હુમલો થતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરી નાખી ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.
13 અસામાજિક તત્વોની ધરપકડ કરીને 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધી
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને DYSP, LCB, SOG પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દઇ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ કેસમાં 13 અસામાજિક તત્વોની ધરપકડ કરીને 9 આરોપીઓ અને ટોળા સામે નામજોગ ફરિયાદ દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ પર હુમલો કરનાર ઝડપાયેલ આરોપીના નામ
- વિષ્ણુ ધુળાભાઈ બામણીયા
- ભાવેશ રમણભાઈ બારીયા
- જીગર સવજીભાઈ બામણીયા
- જીગર બેચરભાઈ પરમાર
- વંદન બેચરભાઈ કોટવાલ
- ભરત ભાવજીભાઈ મકવાણા
- જીગર કાળુભાઇ બામણીયા
- સંજય રમેશકુમાર પરમાર
- નીલેશ જીગ્નેશભાઈ તરાર
- દેવરાજ અરવિંદભાઈ કોટવાલ
- બંટી ચંદુભાઈ તરાર
- જગદીશ સોનાભાઇ બારીયા
- હરેશ વિનોદભાઈ પટેલ
ફરાર આરોપીઓ
- વિનોદ પાંડોર
- પિયુષ રમેશભાઈ બામણીયા
- દેવલ રમેશભાઈ ખાંટ
- મનીષ બાબુભાઇ બામણીયા
- મહેશ કેશભાઈ તરાર
- ગૌતમ ભરત મકવાણા
- કૌશીક નાથાભાઈ તરાર
- અશ્વીન ડાહ્યાભાઈ મકવાણા
- ભાનુબેન શૈલેષભાઈ તરાર
તેમજ15 મહિલા અને પુરુષનું ટોળું