ભિલોડા:અરવલ્લી જિલ્લામાં શ્રાવણી જુગાર રમવા થનગની રહેલા શકુનિયો પર પોલીસ તવાઇ બોલાવી રહી છે. ધનસુરામાં 17 જુગારીઓ ઝડપ્યાના થોડાક દિવસો બાદ ભિલોડાને અડીને આવેલા માંકરોડા ગામે રહેણાંકના મકાનમાં છાપો મારી 5 શકુનિઓને 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા 40,400 તેમજ 26 હજારના 3 નંગ મોબાઇલ, 60 હજારના 2 મોટરસાયકલ મળી કુલ 1 લાખ26 હજારનો 400 નો મુદ્દામાલ જપ્ત કરી 5 જુગારીઓને ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ આરોપીઓમાં
1 ) વિનોદભાઇ સોમાભાઇ સુથાર(રહે.ધોલવાણી), 2 ) યશકુમાર રાજુભાઇ જોષી(રહે.પીપળાફળી ભીલોડા),
3 )રાહુલકુમાર ઉર્ફે રોનીક શીવાભાઇ પટેલ(રહે.સાઇમંદીર પાસે કુમકુમ સોસાયટી મોડાસા)
4 ) શૈલેષકુમાર ઉર્ફે પીન્યુ કાન્તીભાઇ વાળંદ(રહે.ધોલવાણી,)
5)રાજેશભાઇ જીવાભાઇ નિનામા ને ઝડપી પાડ્યા છે.