ETV Bharat / state

બેંક ઓફ બરોડાએ વિશિષ્ટ ‘મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ’ હાથ ધર્યો - મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ

અત્યારે કોવિડ-19 રોગચાળા અને એના પગલે લોકડાઉન લાગુ હોવાથી એમ.એસ.એમ.ઈ ક્ષેત્ર અતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ સમયે સંપૂર્ણ દેશમાં એમ..એસ.એમ.ઈ ઋણધારકો સાથે જોડાવા બેંક ઓફ બરોડાએ ‘મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ’ નામની વિશિષ્ટ પહેલ હાથ ધરી હતી.

બેંક ઓફ બરોડાએ વિશિષ્ટ ‘મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ’ હાથ ધર્યો

author img

By

Published : May 2, 2020, 6:01 PM IST

મોડાસા :અત્યારે કોવિડ-19 રોગચાળા અને એના પગલે લોકડાઉન લાગુ હોવાથી એમ.એસ.એમ.ઈ ક્ષેત્ર અતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે એમ..એસ.એમ.ઈ ઋણધારકો સાથે જોડાવા બેંક ઓફ બરોડાએ ‘મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ’ નામની વિશિષ્ટ પહેલ હાથ ધરી હતી.

આ લાઇવ વેબિનારમાં બેંકના સંબંધિત સેન્ટ્રલ મેનેજરો, ઝોનલ મેનેજરો, રિજનલ મેનેજરો, બ્રાન્ચ મેનેજરો અને એસએમઈ લોન ફેક્ટરીઓના હેડની સાથે મોટી સંખ્યામાં એમએસએમઈ ઋણધારકો સહભાગી થયા હતા, જેનું સંચાલન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિકમાદિત્ય સિંહ ખીંચીએ કર્યું હતું. આ એમ.એસ.એમ.ઈની ચિંતાઓ દૂર કરવાની કવાયત હતી, જેમાં ભારત સરકાર, રિઝર્વ ઓફ ઇન્ડિયા અને ખાસ કરીને બેંક ઓફ બરોડાએ તેમને આ પડકારોને ઝીલવામાં મદદરૂપ હાથ ધરેલા પ્રયાસો અને વિવિધ પગલાંઓની જાણકારી આપવામાં આવી હતી.

મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ’ બેંક ઓફ બરોડાની વિશિષ્ઠ, અતિ-સક્રિય પહેલ છે અને ભારતમાં બેંકની બહોળી પહોંચને ધ્યાનમાં લેતા ઉદ્યોગમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે. વેબિનારનો એક મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ એમ.એસ.એમ.ઈ ઋણધારકોને બેંક દ્વારા તેમના લાભ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ/વિકલ્પો વિશે જાણકારી આપવાનો હતો.

બેંકના એક્ઝિક્યુટિવ્સે ઋણધારકોને આ મુશ્કેલીઓ માટે આ સુવિધાઓનો કેવી રીતે ઉપયોગ થઈ શકશે એ વિશે ઉચિત સલાહ અને માર્ગદર્શન સાથે રોડ-મેપ પણ સૂચવ્યો હતો. ચેટ બોક્ષ સુવિધા દ્વારા સહભાગી ઋણધારકો તેમના પ્રશ્રો/શંકાઓ રજૂ કરી શક્યા હતા અને બેંકને ચેટ બોક્ષ દ્વારા અંદાજે 22,000 ક્વેરી મળી હતી. ઉપરાંત એમ.એસ.એમ.ઈ ઋણધારકોને કોવિડ-19 પછી ચોક્કસ સેગમેન્ટમાં ઊભી થનારી સંભવિત વ્યાવસાયિક તકો વિશે જાણકારી આપી હતી.

પોતાના ડેસ્ક પરથી આ વેબિનારનું સંચાલન કરનાર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિક્રમાદિત્ય સિંહ ખીંચીએ કહ્યું હતું કે, “અર્થતંત્રની કરોડરજ્જુ અને દેશમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરતા એમએસએમઈ ક્ષેત્રને કોવિડ-19 રોગચાળા અને લોકડાઉનને કારણે માઠી અસર થઈ છે. એમ.એસ.એમ.ઈ બેંક ઓફ બરોડા માટે પ્રાથમિકતા ધરાવતું ક્ષેત્ર હોવાથી એમ.એસ.એમ.ઈ ઋણધારકો સાથે સીધી વાત કરવાની જરૂરિયાત જણાઈ હતી, જેથી તેમને આ કટોકટીના સમયમાં વધારાની સુવિધાઓની દ્રષ્ટિએ સતત સાથસહકારની ખાતરી આપી શકાય.

ફેસ-ટૂ-ફેસ ઇન્ટરેક્શનની શક્યતા ન હોવાથી આ મેગા એમએસએમઈ આઉટરિચ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં અમે દેશભરમાં મેટ્રો, અર્બન, સેમિ-અર્બન અને ગ્રામીણ કેન્દ્રોમાંથી બેંકના અધિકારીઓ ઉપરાંત લગભગ 49,000 ગ્રાહકો ઓનલાઇન જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.