- અરવાલ્લી જિલ્લામાં 2 નવા પોઝિટિવ કેસ સાથે 3ના મોત
- 40 પોઝિટિવ દર્દીઓ કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ
- કુલ 686 કેસ માંથી 573 ડિસ્ચાર્જ
અરવલ્લી : જિલ્લામાં મંગળવારના રોજ બે કોવિડ પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાગ્રસ્ત દર્દીઓના આંક 709 પર પહોંચ્યો છે. જેમાંથી 592 દર્દીઓએ કોરોના માત આપતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કુલ 44 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
સારવાર દરમિયાન એક દર્દીનું મોત
અરવલ્લીમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક 709 પર પહોંચ્યો છે. મંગળવારના રોજ જિલ્લાના ભિલોડા તાલુલામાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મોડાસા કોવિડ હોસ્પિટલા એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે સાર્વજનિક હોસ્પિટલમાં મોડાસા માથી 03 પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને રજા આપવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં હાલ 44 દર્દીઓ સારવાર હેઠળ
હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 24, વાત્રક જનરલ હોસ્પિટલમાં 05, અમદાવાદ હોસ્પિટલમાં 03, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 04 તેમજ હોમ આઇસોલેશનમાં 08 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.