અરવલ્લી : દેશમાં કોરોના કેર સતત વધી રહ્યો છે. ત્યારે અરવલ્લીમાં તેનો આંક 280 પહોંચ્યો છે.આ કોરોનાને અટકાવવાની લડાઇમાં વોરિયર્સ તરીકે ઉભા રહેલા આરોગ્ય, પોલીસ કર્મીઓ અને સફાઇ કર્મીઓનું જિલ્લામાં લીડ બેંક તરીકે કાર્યરત બેંક ઓફ બરોડાના 113 સ્થાપના દિને મેનેજીંગ ડિરેકટર સંજીવ ચડ્ડાએ સન્માન આપવાનો કાર્યક્રમ યોજયો હતો.



જેમાં અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા સતત ખડેપગે રહેતા આરોગ્ય કર્મીઓમાં સંચારી રોગ અટકાયત અધિકારી પ્રવિણ ડામોર, મોડાસા તાલુકા આરોગ્ય અધિકારી જીજ્ઞા જયસ્વાલ, પોલીસકર્મીમાં મેઘરજના પી.આઇ જયેશ ભરવાડ, બેંકિંગક્ષેત્રે બિમલરાજસિંહ તેમજ મોડાસા નગરપાલિકાના સફાઇકર્મી ભરત રાઠોડનું જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબદક, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ સમયે બેંક ઓફ બરોડાના રીજનલ મેનેજર રાજકુમાર મહાવર, લીડ બેંક મેનેજર હરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.