બાયડઃ સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના કારણે ગરીબ-સામાન્યવર્ગ આર્થિક સંકટના દોરમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે વહીવટીતંત્રની સંવેદનશીલતા લોકો મુશ્કેલીનું નિવારણ કર્યુ છે. આવું જ અરવલ્લીની બાયડની વિધવા મહિલાઓને સહાયની સાથે રાશનકીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
અરવલ્લીના બાયડ તાલુકાના લાખેશ્વરી અને હેરાવિસ્તારની સરણીયા, કાંસકીયા, થોરી, દેવીપૂજક અને વાલ્મિકી સહિત સમાજના અન્ય પછાત વર્ગની નિરાધાર વિધવાઓને કોરોનાના કપરા સમયે આર્થિક ઉપાર્જનનું કોઇ સાધન ન રહેતા તંત્ર તેમની વ્હારે આવી ગરીબ મહિલાઓને વિધવા સહાય આપવાવામાં આવી હતી. આ સાથે જ તમામ મહિલાઓને ઘરવપરાશની ચીજવસ્તુઓની રાશનકીટ પણ આપવામાં આવી હતી.