અરવલ્લી: વિશ્વ વ્યાપી કોરોના વાઇરસની મહામારી જેવા રોગના સંક્રમણથી બચવા જેલના બંદીઓને રૂબરૂ મુલાકાત પર નિયંત્રણ કરવામાં આવ્યો છે, ત્યારે અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઇન્સપેક્ટર જનરલ, ગુજરાત રાજ્ય-અમદાવાદે આપેલ સુચના મુજબ ઇ-મુલાકાત મળવા પાત્રતા ધરાવતા હોય તેવા કેદીઓને ટેકનોલોજીના માધ્યમથી પોતાના પરિવાર સાથે વાતચીત કરાવવામાં આવી હતી.
ઇન્ટરનેટના માધ્યમથી ઇ-પ્રિઝન એપ્લિકેશન દ્વારા મોડાસાની જેલના કેદીઓને પોતાના પરિવારના સભ્યો સાથે ઘરબેઠા ઇ-મુલાકાત કરાવવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં હાલ 100થી વધુ કેદીઓ જેલમાં છે. જેમાંથી 33 કેદીઓએ ઇ-મુલાકાતનો લાભ લીધો હતો.