સમગ્ર કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અને સહકારી આગેવાન જસુભાઈ પટેલ ઉદ્ધાટક તરીકે મેઘરજ રામદેવ આશ્રમના મહંત દિપકભાઈ રામદેવ, પુત્ર મેઘરજ કોલેજના આચાર્ય ઉત્તમભાઈ ગાર્ગુડે અતિથિ વિશેષ તરીકે લોકસેવક સુરેશભાઈ પુનડિયા, ડૉ. સંજય પટેલ. નિવૃત્ત શિક્ષક જ્યેન્દ્ર પંડ્યા, સામાજિક કાર્યકર જેઠાભાઇ પટેલ અને પત્રકાર શૈલેષ પંડ્યા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમારંભ સ્થળે બનાવેલ રંગમંચ પર શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજુ કરી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલ પુલવામામાં આતંકી હુમલો અને આપના ઝાંબાજ જવાનો દ્વારા કરાયેલ ઍર સ્ટ્રાઈકની થીમ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાજર સૌ વાલીઓ અને દર્શકો સહિત દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માણેક કૃપા શિક્ષક ગણ તેમજ વહીવટી પરિવાર વતી રમેશભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ અને મયુર ભટ્ટ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
તેમજ હાજર સૌ વાલીગણ અને દર્શકોને આગામી 23 એપ્રિલના રોજ આવનારા લોકશાહીના પર્વ એવી લોકસભાની ચૂંટણીમાં મતની પવિત્રતા અને પોતાની નૈતિક ફરજ સમજી મતદાન કરવા માટે આપીલ કરી હતી.