છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનો પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર સામે ઝઝૂમી રહી છે. આ બહેનોના જણાવ્યા અનુસાર તેમને કામનું વધારે પડતું ભારણ આપવામાં આવે છે. પરંતુ તેની સરખામણીમાં પગાર ખૂબ જ ઓછો આપવામાં આવે છે.
જે અંગે તેઓ વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરતા રહ્યા છે. પરંતુ તેમની માંગણી છેલ્લા ઘણા સમયથી સંતોષાઈ નથી. ત્યારે સી.આઈ.ટી.યુ અને સી.પી.એમ દ્વારા આંગણવાડી બહેનોની પડતર માંગણીઓના મુદ્દે પ્રદર્શન યોજ્યું હતું.