જિલ્લાના બાયડના હાઇવે પર દિન-પ્રતીદિન અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બાયડના માધવ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે રીક્ષા ચાલકને ગંભીર ઇજા થતા, તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અકસ્માત સ્થળે પોલીસ પહોંચી હતી. બાયડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.