- કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો
- બાઇક ચાલકનું મૃત્યુ કાર ચાલક ફરાર
- બાયડ રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીક સર્જાયો અકસ્માત
અરવલ્લીઃ જિલ્લાના ધનસુરા-બાયડ રોડ પર પેટ્રોલ પંમ્પ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક હવામાં ફંગોળાઈ રોડની બાજુમાં ખાબકી હતી. અને બાઈક સવારનું મૃત્યુ થયું હતુ.
બાયડ રોડ પર સર્જાયો અકસ્માત
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં એક ગમખ્વાર અકસમાતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. મળતી માહીતી મુજબ, ઉત્તર પ્રદેશના અને વર્ષોથી ધનસુરા સ્થાઈ થયેલા મંગલસિંહ તિવારી ધનસુરાથી બાયડ તરફ બાઈક લઈ કામકાજ અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન ધનસુરા નજીક બાયડ રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસે સામે થી આવી રહેલા કારે બાઈક ચાલકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક હવામાં ફંગોળાઈ રોડ નજીક રહેલા ખાડામાં ખાબકી હતી. બાઈક સવાર મંગલસિંહ રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓ સ્થળ પર મૃત્યુ પામ્યા હતા.
કાર ચાલક વિરુદ્ધ કાયદેદારની કાર્યવાહી
અકસ્માતની ઘટનાનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. લોકોએ ધનસુરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. ધનસુરા પોલીસે અકસ્માત સર્જાયો હતો. કાર ઘટના સ્થળે મૂકી ફરાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ધનસુરા બાયડ ચાર માર્ગીય રોડ બનાવા માગ
ઘટના પગલે લોકોમાં ફરીથી ધનસુરા બાયડ રોડ ફોર લેન બનાવવની માગ તેજ થઇ છે. નોંધનીય છે કે કપડવંજ થી મોડાસા સુધી ના રોડ પર ભારે ટ્રાફીક હોય છે અને આ રોડ પર દર મહિને પાંચ થી છ વાહન ચાલકો ઓવર ટેક કરવા જતા અકસ્માતે મોત ને ભેટે છે.