ETV Bharat / state

અરવલ્લીના માલપુરમાં સ્કુટી અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે ના મૃત્યુ - Unity Hospital in Modasa

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર પાસે બુધવારે સાંજે રીક્ષા અને સ્ફુટી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે મોડાસાની યુનિટી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

માલપુરમાં સ્કુટી અને રીક્ષા વચ્ચે અકસ્માત

author img

By

Published : Nov 18, 2020, 10:05 PM IST

  • અરવલ્લીના માલપુરમાં સ્કુટી અને રીક્ષા વચ્ચે અકસ્માત
  • બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી

અરવલ્લીઃ જિલ્લામાં બુધવારે જાણે યમરાજાએ ઘામા નાખ્યા હોય તેમ બે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં બુધવારે સવારે મેઘરજમાં થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મુત્યુ થયુ હતું. ત્યારે બુધવારે સાંજે વધુ એક અકસ્માત જિલ્લાના માલપુર તાલુકાનાના અણિયોર પાસે રીક્ષા અને સ્ફુટી વચ્ચે થયો હતો.

માલપુરમાં સ્કુટી અને રીક્ષા વચ્ચે અકસ્માત
માલપુરમાં સ્કુટી અને રીક્ષા વચ્ચે અકસ્માત

સ્કુટી સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

આ અકસ્મતમાં રીક્ષાએ પલ્ટી મારતા તેમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે સ્કુટી સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે મોડાસાની યુનિટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના અણિયોર અને પીપલાણા વચ્ચે બની હતી. મૃતકો બાયડ તાલુકાના ગાબટ ગામના વતની છે. તેમજ સ્ફુટી સવાર યુવક અણિયોર ગામનો વતની છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.