ETV Bharat / state

શામળાજીમાં આદિજાતિ જન વિકાસ ઝુંબેશ કાર્યકમ યોજાયો

આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી ગાંધીનગર અને પ્રાયોજન વહીવટદાર અરવલ્લીના સંયુકત ઉપક્રમે ભિલોડાના શામળપુરમાં આદિજાતિ વિકાસ કમિશ્નર દિલીપકુમાર રાણાના અધ્યક્ષ સ્થાને આદિજાતિ જન વિકાસ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો..

author img

By

Published : Feb 13, 2020, 9:11 PM IST

aa
શામળાજી ખાતે આદિજાતિ જન વિકાસ ઝુંબેશ કાર્યકમ યોજવામાં આવ્યો

અરવલ્લીઃ આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી ગાંધીનગર અને પ્રાયોજન વહીવટદાર અરવલ્લીના સંયુકત ઉપક્રમે ભિલોડાના શામળપુર ખાતે આદિજાતિ વિકાસ કમિશ્નર દિલીપકુમાર રાણાના અધ્યક્ષ સ્થાને આદિજાતિ જન વિકાસ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્ય સરકારની આદિજાતિ લોકો માટેની કલ્યાણકારી યોજનાની વાત કરતા કમિશ્નર દિલીપકુમાર રાણાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી જન વિકાસની વાત કરી તેનો લાભ આપવાનું કામ સરપંચો કરી રહ્યાં છે. સરપંચોને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી લોકો સુધી પૂરી પાડી લાભાર્થીને લાભ આપવાનુ છે.

આ પ્રસંગ કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યુ હતું કે, આ આદિજાતિ જન વિકાસ ઝુંબેશથી લોકોને માહિતી મળી રહેશે અને તેનો લાભ ટુંક સમયમાં મળતો થશે. આ પ્રસંગે ભિલોડા-મેઘરજના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિભાગ દ્વારા આદિજાતિ જન વિકાસની ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેનાથી સરપંચો અને લોકો આદિજાતિ વિભાગની અમલીત વિવિધ યોજનાની જાણકારી મેળવી બાકી લાભાર્થીઓને લાભ આપવા સહયોગી બનશે એવી આશા વ્યકત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.