અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં અગાઉ મળેલી બાતમીના આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા રાજસ્થાન તરફથી આવતા વાહનોની તલાશી લેવામાં આવી રહી હતી. આ દરમિયાન દિલ્હીનો રજીસ્ટ્રેશન નંબર ધરાવતી ખાનગી કારને અટકાવી તેની તપાસ કરતા તેમાંથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આરોપી પાસેથી NCBએ અંદાજીત 1.5 કરોડ રૂપિયાનું 16 કિલો ચરસ ઝડપી પાડ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ આરોપી કાશ્મીરનો રહિશ છે.