ETV Bharat / state

મોડાસામાં રાજ્યના નિરંતર વિકાસના ધ્યેયો અંગેની તાલીમ આપવા કાર્યક્રમ યોજાયો

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ (UNDP) દ્વારા નિરંતર વિકાસના ધ્યેયો (એસડીજીએસ) માનવના વિકાસ માટે 17 ધ્યેયો અને 167 લક્ષ્યાંકો નક્કી કરેલ છે. જેના અમલ માટે રાજ્યના નિરંતર વિકાસના ધ્યેયો -2030 અંગેની તાલીમ રાજ્યના દરેક જિલ્લામાં યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે અરવલ્લી જિલ્લાના કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરના વડપણ અને માર્ગદર્શન હેઠળ મોડાસા ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

author img

By

Published : Feb 14, 2020, 10:36 PM IST

aa
મોડાસા ખાતે રાજ્યના નિરંતર વિકાસના ધ્યેયો અંગેની તાલીમ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લીઃ આ પ્રસંગે જિલ્લાના ઉત્સાહી આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, રાજ્યના આદર્શ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા રાજ્ય નાગરિકોની સુખાકારી સમૃદ્ધિમા વધારો થાય અને સમાજમાં સામાજિક સૌહાર્દનુ વાતાવરણ દ્રઢ બને તે માટે રાજ્યમાં નિરંતર વિકાસના ધ્યેયો લક્ષ્યાંકોને સિદ્ધ કરવા ગ્રાસ રૂટ લેવલ પર પંચાયત ખાતે ગામના તલાટી મંત્રી, ગ્રામસેવક, પ્રાથમિક શાળાના આચાર્ય, હેલ્થ વર્કર, આંગણવાડી કાર્યકર, આશાવર્કર વિગેરે તમામને આ વિશે માહિતગાર કરી સંવેદનશીલ કરવા માટે રાજ્યમા સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સીધા માર્ગદર્શન હેઠળઆ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ગોપાલભાઈ પટેલ,સંશોધન અધિકારી નરેશભાઈ દત્ત, આશાબેન પ્રજાપતિ, દ્વારા , તલાટી મંત્રી, ગ્રામસેવક, પ્રાથમિક શાળાના આચાર્ય, હેલ્થ વર્કર, આંગણવાડી કાર્યકર, આશાવર્કર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.