અરવલ્લી (મોડાસા): જિલ્લામાં આગની ઘટનાઓ બને ત્યારે યોગ્ય સંચાલનથી આગ પર કાબૂ મેળવી શકાય તે માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્વતંત્ર ફાયર સ્ટેશન સ્થાપવાની યોજના વિચારણા હેઠળ છે. આ ફાયર સ્ટેશનમાં વિસ્તાર પ્રમાણે ડિવિઝનલ ફાયર ઑફિસર અને કર્મચારીઓનું મેહકમ મંજૂર કરવામાં આવશે. અરવલ્લી જિલ્લા માટે મોડાસા નગરપાલિકા દ્વારા આગામી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ કાર્ય હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં અત્યારે જે ફાયર સ્ટેશન છે તે મોટેભાગે કોરોપોરેશન કે પાલિકા હસ્તક છે. જો કે, ડિવિઝનલ ઑફિસર સાથેના સ્વતંત્ર ફાયર સ્ટેશનથી હૉસ્પિટલ્સ, વાણીજ્યહેતુની ઇમારતો, શાળાઓ, કોચીંગ ક્લાસ અને અન્ય જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી અંગે વધુ ચોકસાઇ અને બારીકાઇથી ચકાસણી કરી શકાશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે.