- ''આઝાદી કા અમૃત મહોત્સવ''ની ઉજવણી યુવાનોમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કરશે
- પ્રચાર-પ્રસાર માટે તારીખ ૧૫થી ૧૯ દરમિયાન પ્રદર્શન યોજાશે
- વિવિધ યોજના બાબતે માહિતી આપવામાં આવી
અરવલ્લી : દેવેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારની યોજનાકીય માહિતી આપવા કેન્દ્ર સરકાર ઇન્ફોર્મેશન પેવેલિયન ઊભું કરવા ''આઝાદી કા અમૃત મહોત્સવ'(Azadi Ka Amrut Mahotsav)'ની ઉજવણી યુવાનોમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કરી રહી છે ત્યારે ઉજવણીની સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આજથી શરૂ થનાર શામળાજી(Yatradham Shamlaji) મેળામાં સરકારની યોજનાકીય માહિતી આપવા કેન્દ્ર સરકાર ઇન્ફોર્મેશન(Information and Broadcasting Department) પેવેલિયન ઊભું કરવા જઈ રહ્યું છે. જેમાં 'સ્વચ્છ ભારત અભિયાન','બેટી બચાવો બેટી પઢાવો અભિયાન' તથા 'જળ સંરક્ષણ અભિયાન' અર્થે પેવેલિયનમાં જાગૃતતા કાર્યક્રમની સાથે આઝાદીની ચળવળ અને સ્વતંત્ર સેનાનીઓની રસપ્રદ જાણકારી આપતા આ ભવ્ય પ્રદર્શન યોજવાની વાત કરી હતી.
વિવિધ યોજના બાબતે જણાવ્યું
ફિલ્ડ આઉટરીચ બ્યુરો સૌરાષ્ટ્ર ઝોનનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લોકોને સ્થળ પણ સચોટ માહિતી મળી રહે તે હેતુથી આ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સહયોગ સાથે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મોરબીમાંથી પણ ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તાર : DGP
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાના સન્માનમાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું