- મોડાસામાં ફાયર NOC કેમ્પનું આયોજન થશે
- અરવલ્લીની પાલિકાઓમાં માટે થશે આયોજન
- અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું
અરવલ્લી: અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટના બાદ રાજ્યભરની કોવીડ હોસ્પિટલ્સ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટી અંગે કેટલાય પ્રશ્નો ઉભા થયા છે. અરવલ્લી જિલ્લાના સ્થાનિક તંત્ર દ્રારા તમામ હોસ્પિટલ્સને નોટીસ પાઠવીને ફાયર સેફ્ટી નિયમોનું ચુસ્ત પાલન કરવાનું જાણાવ્યુ હતું. જોકે હજુ પણ કેટલાય એકમોમાં ફાયર સેફ્ટીની NOC મેળવવામાં આવી નથી. જેના પગલે પાલિકાઓમાં માટે મોડાસામાં ફાયર NOC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આણંદ જિલ્લાની શાળાઓને ફાયર NOC મેળવી લેવા જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના
NOC ન મેળવી હોય તેવા એકમોને 15 તારીખ પછી સક્ષમ અધિકારી દ્વારા સિલ કરાશે
બે વર્ષ પહેલા સુરતમાં કોચીંગ ક્લાસમાં લાગેલી આગની ઘટના અને ત્યાર બાદ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં બનેલી ગોઝારી આગની ઘટનાએ સમગ્ર તંત્રને હમમચાવી મૂક્યુ હતું. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં આગની હોનારતોનાં પગલે હોસ્પિટલ, શાળાઓ અને કોપ્લેક્ષમાં અગ્નિશામક વ્યવસ્થા અંગે તંત્ર સતર્ક થયુ છે.
મોડાસા અને બાયડ પાલિકા દ્રારા તમામ એકમોને ફાયર સેફ્ટી અંગેની નોટીસ પાઠવાઈ
જિલ્લાની મોડાસા અને બાયડ પાલિકા દ્રારા તમામ એકમોને ફાયર સેફ્ટી અંગેની નોટીસ પાઠવવામાં આવી છે. જોકે ફાયર NOC અંગેની કામગીરીમાં સરળતા લાવવા માટે પ્રાદેશિક કમિશ્નર દ્વારા 5 તારીખે મોડાસા નગરપાલિકામાં ફાયર NOC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ, સ્કૂલ કે કોમ્પ્લેક્સનાં માલિકો દ્વારા 4 તારીખ સુધી નગરપાલિકામાં ફાઈલ જમા કરાવવાનું જણાવાયુ છે. NOC ન મેળવી હોય તેવા એકમોને 15 તારીખ પછી સક્ષમ અધિકારી દ્વારા સિલ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.