અરવલ્લી: આદિજાતિ ખેડૂતો આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે અને તેમનું જીવન ધોરણ ઉચું આવે તેવા ઉમદા આશયથી રાજ્યના બાગાયત વિભાગ દ્વારા જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા 418 ખેડૂતોને કૃષિ ઉપયોગી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કિટમાં નીમ કોટેડ યુરિયા ખાતર, નીમ ઓઇલ તથા ઉત્તમ ગુણવત્તાસભર શાકભાજી તેમજ ધાન્ય પાકોના બિયારણ તેમજ જંતુનાશક કૃષિ દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવી શકે તેની અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે.
બાગાયત વિભાગ દ્વારા ભિલોડા તાલુકાના 209 અને મેઘરજ તાલુકાના 209 મળી કુલ 418 આદિજાતિ ખેડૂતોને રૂપિયા 7,96,708 કૃષિ કિટ આપવામાં આવતા આદિજાતિ ખેડૂતો પગભર બનશે.