- સ્વિમિંગ પુલના સંચાલક દ્વારા 200 રૂપિયામાં પુલમાં આપતા હતા પ્રવેશ
- 50થી 60 લોકોને ભેગા કરી સ્વિમિંગ પુલમાં મોજ મસ્તી કરતા નજરે પડ્યા
- પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્વિમિંગ પુલના સંચાલકની કરી ધરપકડ
આણંદઃ વિદ્યાનગરમાં કોરોનાના જાહેરનામાનું ઉલ્લંઘન કરી સ્વિમિંગ પુલમાં બાળકોને પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારે જિલ્લામાં સરકારના સૂચનો અનુરૂપ કલેક્ટર દ્વારા જિમ, સ્વિમિંગ પુલ, મોલ જેવા વ્યવસાયના સ્થળો બંધ રાખવા ફરમાન કરવામાં આવ્યું હતું. તેમ છતાં પુલમાં મોટી સંખ્યામાં બાળકોને 200 રૂપિયા ઉઘરાવી પ્રવેશ આપી કરોના મહામારી વચ્ચે સ્વિમિંગ પુલના સંચાલકે મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી સ્વિમિંગ પુલમાં મોજ મસ્તી કરવા પ્રવેશ આપવામાં આવ્યો, જેમાં કલેક્ટરના જાહેરનામાંનું ઉલ્લંઘન કર્યું હતું.
આ પણ વાંચોઃ ઉમરગામમાં પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા લોકડાઉન અને જાહેરનામાનું ઉલ્લંઘન
સ્વિમિંગ પુલમાં 3-4 દિવસથી જાહેરાનમાંનું ઉલ્લંઘન કરવામાં આવતું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર આ સાથિયા પાર્ટી પ્લોટમાં આવેલા સ્વિમિંગ પુલમાં છેલ્લા 3-4 દિવસથી જાહેરાનમાંનું ઉલ્લંઘન કરી આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની જાણકારી બહાર આવી હતી. જે અંગેના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા પોલીસ વિભાગની ઉંઘ ઊડી હતી અને કોરોના સંક્રમણના સુપર સ્પ્રેડર બનાવવાનું જોખમ ઉભું કરતા આ સ્વિમિંગ પુલના મલિક સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાઈડલાઈન બહાર પાડી સ્વિમિંગ પુલ, મોલ અને જિમ જેવા સ્થળો બંધ રાખવા સૂચન કર્યા હતા
ઉલ્લેખનિય છે કે, જે પ્રમાણે સરકારે ગાઈડલાઈન બહાર પાડી સ્વિમિંગ પુલ, મોલ અને જિમ જેવા સ્થળો કે જ્યાં મોટી સાંખ્યમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ જાહેરનામું બહાર પાડીને બંધ રાખવા સૂચનો આપવામાં આવ્યા હતા. તેમ છતાં આણંદના સાથિયા પાર્ટી પ્લોટના સ્વિમિંગ પુલમાં ભેગા થયેલા લોકોના ટોળામાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમણનો ભોગ બને તો તેની માટે કોણ જવાબદાર બનશે, તે સવાલ સભ્ય વર્ગમાં ઉદભવી રહ્યો છે.
સ્વિમિંગ પુલમાં ગરમીમાં મજા માણવા આવેલા બાળકોના વાલીઓ પણ એટલા જ જવાબદાર બને છે
મહત્વનું છે કે, સ્વિમિંગ પુલમાં ગરમીમાં મજા માણવા આવેલા બાળકોના વાલીઓ પણ એટલા જ જવાબદાર બને છે. જે 200 રૂપિયા જેટલી એન્ટ્રી ફી ભરી આ મહામારીના સમયે બાળકોને અહીં સાથિયા સ્વીમીંગ પુલમાં આવવા માટે અનુમતિ આપતા હોય, જે પ્રમાણે મહામારીમાં લોકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે અને આર્થિક અને શારીરિક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. તેવામાં આ પ્રકારની ઘટનાઓ સમાજને વધુ સંક્રમિત કરવા માટે જવાબદારી સાબિત થતા નજરે પડે છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં લોકડાઉનનું પાલન કરાવતા કલેક્ટરનો વીડિયો વાયરલ
ટોળા વિખેરી નાખી સ્વિમિંગ પુલના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
વિદ્યાનગરના સાથિયા સ્વિમિંગ પુલમાં જાહેરનામાં ભંગની બનેલી ઘટનામાં પોલીસે મીડિયામાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ ઉંઘ ઉડાડી ઘટના સ્થળે પહોંચી ટોળા વિખેરી નાખી સ્વિમિંગ પુલના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે અંગે વિદ્યાનગરના પોલીસ ઇન્સપેક્ટર હરપાલસિંહ ચૌહાણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સાથિયા પાર્ટી પ્લોટમાં લોક ટોળા ભેગા કરી સ્વિમિંગ પુલમાં પ્રવેશ આપવાની બનેલી ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.