ETV Bharat / state

Anand students in Ukraine : યુક્રેનમાં આણંદના યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પરિવારની આંખો ભીની - આણંદના નાગરીકો યુક્રેનમાં

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ (Russia Ukraine War) વધુને વધુ ભયંકર બનતી જાય છે. ત્યારે આણંદના એક યુવાનનો મદદ માંગતો સોશિયલ મિડીયામાં વિડીયો (Anand Students In Ukraine) વાઈરલ થતાં યુવાનના પરિવારજનોના આંસુ સુકાતા નથી.

Anand students in Ukraine : યુક્રેનમાં આણંદના યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પરિવારની આંખો ભીની

author img

By

Published : Feb 26, 2022, 9:45 AM IST

આણંદ : હાલ સમગ્ર વિશ્વનું ધ્યાન રશિયા યુક્રેન વચ્ચે સર્જાયેલા યુદ્ધ (Russia Ukraine War) પર કેન્દ્રિત થયું છે. ત્યારે રસિયા દ્વારા સતત યુક્રેનની સીમા વિસ્તારમાં આર્ટિલરી ફાયરિંગ અને એર સ્ટ્રાઈક ચાલી રહ્યું છે. તેવામાં આણંદ જિલ્લાના વતની હર્ષિલ ત્રિવેદીનો (Anand Students In Ukraine) મદદ માંગતો વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ત્યારે હર્ષિલ ત્રિવેદીના માતા પિતાએ ETV Bharat સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ

4 જેટલા ગુજરાતી યુવકો મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે

હર્ષિલ ત્રિવેદીના પિતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો આણંદની સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ કોલેજમાંથી હ્યુમન રિસોર્સ વિષય પર માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી યુક્રેન ખાતે પાંચ માસ અગાઉ વર્ક પરમીટ સ્ટેટ્સ મેળવી ઉજ્વળ ભવિષ્યના સ્વપ્ન જોઈ યુક્રેન કામ કરવા પહોંચ્યો હતો. પરંતુ અચાનક રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલ યુદ્ધની સમસ્યામાં અતિ સંવેદનશીલ ગણાતા કિવ શહેરમાં ફસાયો છે. તેના ઘરની પાસે અત્યારે બોમ્બ બ્લાસ્ટના અવાજ અને રસ્તાઓ પર ફાયરિંગ થતા હોવાના કિસ્સામાં(Gujarat students in Ukraine) વધારો થતો જોવા મળી રહ્યો છે. તેને લઈને ચિંતિત છું. પરિવારે જણાવ્યું હતું કે, હર્ષિલ અને તેની સાથે અન્ય 4 જેટલા ગુજરાતી યુવકો અત્યારે સરકારની મદદ મેળવવા માટે ગુહાર લગાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Students Return from Ukraine : યુક્રેનથી ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ પરત ફરશે : ભુપેન્દ્ર પટેલ

આણંદના સાંસદ સભ્ય વિદેશ મંત્રાલયના સંપર્કમાં

આણંદ જિલ્લાના સાંસદ સભ્ય મિતેષ પટેલ દ્વારા હર્ષિલને જરૂરી મદદ પહોંચાડવા અને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક બનાવી તેને પરત ભારત લાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. હાલ યુક્રેનની બગડતી (Ukraine Russia War 2022) પરિસ્થિતિ પર હર્ષિલનો પરિવાર ખૂબ ચિંતિત બન્યા છે. અને કોઈ પણ ભોગે પોતાનો એકના એક લાડકવાયો દીકરોને સાજોસમો પરત ફરે તે માટે પ્રાર્થના કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.