- આંણદમાં કોરોના રસીની અછત
- વેપારીઓને રસી લેવામાં થઈ રહી છે હાલાકી
- વેપારીઓ માટે અગલ વ્યવ્સ્થા ઉભી કરવાની માગ
આણંદ: રાજ્ય સરકાર દ્વારા વધી રહેલા કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે રસીકરણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વિશ્વ યોગ દિવસ 21મીના દિવસથી શરૂ થયેલુ મહા રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી રહી છે. રાજ્યમાં આગામી બે દિવસ માટે રસીકરણની સમગ્ર કામગીરી પણ બંધ રહેવાની ઘોષણા કરવામાં આવી છે. તેવામાં આણંદ શહેરના વેપારીઓ દ્વારા રસીકરણને લઇ ETV Bharat સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
રસીકરણ કેન્દ્રમાં ડોઝની કમી
આણંદ વેપારીઓના મતે વેપારીઓને રસી મુકવા માટે ખૂબ જ સમય બગાડવો પડે છે, જેના કારણે તેમનો વ્યવસાયને ભોગે રસી મુકાવવા જવું પડે છે, ઘણા કિસ્સામાં વેપારીઓ બપોર સુધી ધંધમાંથી સમય કાઢીને કેન્દ્ર પર પહોંચે છે ત્યારે રસીનો આવેલો જથ્થો પૂર્ણ થઈ ગયો હોય છે, જેથી તેમને નિરાશ થઈ પરત ફરવું પડે છે. વેપારીઓએ માંગ કરી હતી કે સરકારે વેપારીઓની સમસ્યા દૂર કરી બજાર સાથે સંકળાયેલા વેપારીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવી જોઇએ જેથી વેપારીઓ માટે રસી લેવી સરળ બને.
આ પણ વાંચો : Vaccination campaign: વલસાડમાં હોટલ માલિકે કરી અનોખી પહેલ, રસીકરણનું સર્ટી બતાવતા બિલમાં 15 ટકા ડિસ્કાઉન્ટ
બે ડોઝ વચ્ચે સમય મર્યાદા ઘટાડવા અપીલ
ધંધો કરવા માટે વેપારીઓને રસી લેવી અતિ આવશ્યક બની છે. આણંદ જિલ્લામાં પણ વેપારીઓએ રસી મુકવા માટે ઉત્સાહ દાખવ્યો હતો, સાથે જ ETV Bharatના માધ્યમથી અન્ય વેપારીઓને પણ અપીલ કરી હતી કે દરેક વેપારી રસી લેવી જોઈએ જેથી કોરોના સંક્રમણ સામે ના ખતરાને ઓછો કરી શકાય. બીજી તરફ ગ્રાહક તરીકે દુકાન પર આવતાં નાગરિકોને પણ સંક્રમણના ખતરા સામે શક્ય એટલું રક્ષણ આપી શકાય. આણંદ વેપારીઓએ સરકારને અપીલ કરી હતી કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા તમામ વેપારીઓને રસીના બંને ડોઝ આપવામાં આવે અને રસીના બંને ડોઝ વચ્ચેના સમય મર્યાદામાં પણ વેપારીઓ માટે છૂટછાટ આપવામાં આવે તો વહેલી તકે વેપારીઓ રસીકરણમાં ભાગ લઇ સુરક્ષિત બની શકે અને કોરોનાના ફેલાતા સંક્રમણને રોકવામાં રોગ પ્રતિકારક શક્તિ વિકસાવી શકે.
આ પણ વાંચો : Corona Vaccination Campaign : અંબાજીમાં વેક્સિનની અછત સર્જાતા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ