- ચરોતરમાં ગરમીની શરૂઆત
- મહત્તમ તાપમાન 40℃ નોંધાયું
- લઘુતમ તાપમાન 18 ℃ નોંધાયું
આણંદઃ દેશમાં ઋતુ ચક્ર અનુસાર અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ફેબ્રુઆરી માસના અંતથી સામાન્ય ગરમીની શરૂઆત જોવા મળતી હોય છે. વર્તમાન સમયમાં ચરોતરમાં ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં માર્ચ માહિનામાં ગયા વર્ષ કરતા 1.5 થી 2℃ સરેરાશ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. જે સામાન્ય બદલાવ કહી શકાય.
ડૉ. એસ. બી યાદવના કરેલા અવલોકનો પ્રમાંણે તામન
આણંદ કૃષિ મહાવિદ્યાલયના કૃષિ હવામાન શાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. એસ. બી યાદવના કરેલા અવલોકનોના આધારે જણાવ્યા પ્રમાણે માર્ચ 2021માં શરૂઆતના દિવસોમાં મહત્તમ તાપમાન 33℃ થી 35℃ હતું. જે 22 માર્ચ પછી તાપમાનમાં વધારો નોંધાયો હતો. જેમાં માર્ચ માસના અંતિમ 10 દિવસોમાં મહત્તમ તાપમાન 37 સે. થી 40 સે. નોંધાયું હતું. વર્ષ 2020ની સરખામણીમાં માર્ચ 2021માં નોંધાયેલા તાપમાનની સરખામણીમાં વર્તમાન સમય પ્રમાણે 1.5 સે થી 2 સે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે માર્ચ 2021માં નોંધાએલું સરેરાશ મહત્તમ તાપમાન 36.4 સે. અને લઘુત્તમ સરેરાશ તાપમાન 18 સે. નોંધાયું છે. જે પાછલા વર્ષની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 3 સે. વધારે નોંધાયુ છે. જ્યારે સરેરાશ ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફરક આવ્યો નથી. જે પાછળના વર્ષે 17.5 નોંધાયું હતું. જે માર્ચ 2021માં 18 સે. નોંધાયું છે. જેમાં ફક્ત 0.5 સે.નો વધારો નોંધાયો છે.
વધુમાં માહિતી આપતા ડૉ. યાદવે જણાવ્યું હતું
વધુમાં માહિતી આપતા ડૉ. યાદવે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આ તાપમાનમાં 2 થી 3 સે. વધવાની શક્યતા રહે છે. જેમાં હાલની સ્થિતિએ 5 કિમિ પ્રતિ કલાકની ઝડપે છે. જે વધીને 8 થી 10 કિમિ પ્રતિ કલાકની થવાની શકયતા છે સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, હાલ હવામાં ભેજનું પ્રમાણ મહત્તમ છે ત્યારે સવારે 65 ટકા છે અને બપોરે લઘુત્તમ 35 ટકા છે. જે આગામી દિવસોમાં ઘટીને મહત્તમ 60 ટકા અને લઘુત્તમ 30 ટકા કરતા ઓછું થવાની સંભાવનાઓ રહે છે. જેથી ખેતી માટે ખેડૂતોને વધુ પિયતની જરૂર ઉભી થશે. આમ આગામી દિવસોમાં ચરોતરમાં ગરમીનું પ્રમાણ વધીને 2 થી 3 સે. નો વધારો નોંધાય તેવી શક્યતા રહે છે, ત્યારે તેની સીધી અસર જનજીવન પર અને ખેડૂતોની ખેતી પર જોવા મળશે. તેવું શક્યતાઓ વધતી નજરે પડી રહી છે.