- 1 કરોડ 9 લાખનું પુરાંત દર્શાવતુ બજેટ મંજૂર
- અન્ય ખર્ચ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું
- 2021-22નું 1 કરોડ 9 લાખનું પુરાંત દર્શાવતુ બજેટ મંજૂર કર્યુ
આણંદ: જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા આજે શુક્રવારે યોજાઇ હતી. જેમાં પ્રમુખ હંસાબેન પરમારે વર્ષ 2021-22નું 1 કરોડ 9 લાખનું પુરાંત દર્શાવતુ બજેટ મંજૂર કર્યુ હતું.
વિકાસના કામો માટે 122 લાખ મંજૂર
આણંદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારે મીડિયા સમક્ષ જાણકારી આપતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા પંચાયતના સભ્યોના મત વિસ્તારમાં વિકાસના કામો માટે 122 લાખ, સિંચાઇ ક્ષેત્ર માટે 42 લાખ, બાંધકામ ક્ષેત્ર માટે 84 લાખ, પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઉપયોગી સાહિત્ય, નવા ઓરડા અને પ્રાર્થના હોલના બાંધકામ માટે તેમજ આરોગ્ય સહિત અન્ય ખર્ચ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: આણંદ જિલ્લા પંચાયતની સિંહોલ બેઠકનું પરિણામ થયું જાહેર, કોંગ્રેસના ઉમેદવાર બન્યા વિજયી
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા ખસેડવાની પ્રણાલી શરૂ નહીં કરવા અપીલ કરી
સભા ગ્રુહમાં મુકેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા સભાગ્રુહમાંથી ખસેડીને પંચાયતના પ્રવેશ દ્વાર પાસે મુકવા માટે ઠરાવ કરવામાં આવતા નટવરસિંહ મહિડાએ મીડિયા સમક્ષ તેનો વિરોધ કર્યો હતો. એકવાર મુકેલી પ્રતિમા ખસેડવાની પ્રણાલી શરૂ ન કરવા અપીલ કરી હતી. અન્યથા જો ખસેડવામાં આવશે તો જિલ્લા પંચાયત બહાર ધરણા કરવાની ચિમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો: આણંદ જિલ્લા પંચાયત સિહોલ 35 બેઠકના બોરીયા બુથ 1 પર ફરી મતદાન