- વિવિધ શાળાઓમાં ધોરણ-3થી 8ની નિદાનાત્મક કસોટી
- 65થી 70 ટકા વિદ્યાર્થીઓ રહ્યા હાજર
- કસોટીનો મુખ્ય હેતુ ઓનલાઈન શિક્ષણમાં બાળકો કેટલું શીખ્યા તે જાણવાનો છે
આણંદ: જિલ્લાના ખંભાત શહેરના શિક્ષક અગ્રણી મનીષભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ધોરણ-3થી 5ના વર્ગો 15 માર્ચ 2021 પહેલા શરૂ કરવાની શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી હતી. કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવતા આ વર્ગો શરૂ કર્યા નથી. ધોરણ-3થી 5ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. હાલમાં ધોરણ-6થી 8માં નિદાનાત્મક કસોટીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગોમાં કેટલું શીખ્યા, કેવું શીખ્યા તે જાણવા માટેનો જ આ એક અભિગમ છે.
આ પણ વાંચો: ઓનલાઇન અભ્યાસને કારણે માનસિક થાક અનુભવતા બાળકો યોગ તરફ વળ્યાં
એક શાળાના વિદ્યાર્થીનું મંતવ્ય
આ અંગે એક શાળાના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમને ઓનલાઈન શિક્ષણ કરતાં ક્લાસમાં ભણવાથી સારી સમજ પડે છે. ઓનલાઈન શિક્ષણનો હેતુ સમજ શક્તિ વધારવાનો હતો, જ્યારે ઓફલાઈન શિક્ષણથી વર્ગમાં પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા શિક્ષકો અમને સરળતાથી અને સહજતાથી સમજાવી શકે છે અને અમને સંપૂર્ણપણે સમજ પડે છે.
આ પણ વાંચો: કચ્છમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસ શરૂ, ઓફલાઈન બાળકોને સાહિત્ય ઘરે પહોંચતું કરાશે