- આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ
- કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
- SP યુનિવર્સિટીના પહેલા સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ
- 23 તારીખથી શરૂ થવાની હતી પરીક્ષાઓ
- અલગ અલગ 3 વિદ્યાશાખાના 895 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ
- આર્કિટેક્ટના 135 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ
- એલએલબીના 730 જેટલા વિદ્યાર્થીઓ છે
- ઈન્ટિરિયર ડિઝાઈનરના 30 વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ
આ પણ વાંચોઃ મેડિકલ વિદ્યાર્થીઓને કોરોના ડ્યુટીમાં જોડાવાનો આદેશ, પ્રેક્ટિકલ પરીક્ષાઓ મોકૂફ
આણંદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા હવે આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખી છે. શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડી ઓફલાઈન પરીક્ષા રદ કરવા આદેશ આપી દીધો છે. એટલે હવે આણંદમાં પણ સરદાર પટેલ યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજ્યની મેડિકલ કૉલેજોના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ
3 વિદ્યાશાખાની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ મોકૂફ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા 23 તારીખથી ચાલુ થતી 3 વિદ્યાશાખાની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. 3 વિદ્યાશાખામાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 895 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ મોકૂફ રહી છે. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં હાલમાં મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની હાલ ઓફલાઈન પરીક્ષાઓ ચાલી રહી છે, જે 23 માર્ચે પૂર્ણ થવાની છે. તે પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી નથી. તે સિવાય 23 માર્ચેથી ચાલુ થનારી કાયદાશાસ્ત્ર, આર્કિટેક્ચર, ઈન્ટરીયલ ડિઝાઈનર વિદ્યાશાખાના 895 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
10 એપ્રિલ સુધી મેડિકલ પેરામેડિકલ સિવાયના નિર્ધારિત સ્નાતક કક્ષાના ઓફલાઈન પરીક્ષાના કાર્યક્રમ મોકૂફ
શિક્ષણ વિભાગના 19 માર્ચે થયેલા ઠરાવ મુજબ, કોરોના વૈશ્વિક મહામારીના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને અંતર્ગત પોસ્ટ લૉકડાઉનમાં યુનિવર્સિટીમઓ-કોલેજો ચાલુ રાખવા બાબતે માર્ગદર્શક સૂચનાઓ સાથેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જમા 19 માર્ચથી નિયત સમય 10 એપ્રિલ સુધી મેડિકલ પેરામેડિકલ સિવાયના નિર્ધારિત સ્નાતક કક્ષાના ઓફલાઈન પરીક્ષાના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા નવેસરથી આ પરીક્ષાઓ માટે સમય પત્રક જાહેર કરાશે. યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળશે તથા પીજી પરીક્ષાઓ અને ઓફલાઈન કલાસીસ તથા પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષાના બે દિવસ પહેલા જ શિક્ષણ વિભાગમાં આ નિર્ણય થી વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાયા છે.