- લગ્ન પ્રસંગમાં પરમિશન વગર વધુ લોકો એકત્ર થતાં પોલીસે ગુનો નોંધ્યો
- લગ્ન પ્રસંગમાં યોજાયો 100થી વધુ લોકોનું જમણવાર
- પ્રસંગમાં સોશિયલ ડિસ્ટનસનું પાલન પણ નહીવત
આણંદ: ખંભાત તાલુકામાં કોરોનાનો કહેર વકર્યો છે. ત્યારે આણંદ જિલ્લા કલેક્ટરની ગાઈડલાઈનનો સરેઆમ ઉલ્લંઘન કરી કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી વધુ માણસો એકત્ર કરી લગ્ન પ્રસંગ યોજવા બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લગ્ન પ્રસંગમાં પરમિશન વગર વધુ લોકો એકત્ર થતાં પોલીસે ગુનો નોંધ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, અ.હેડ કોન્સ્ટેબલ રોનકભાઇ તથા રાજેન્દ્રસિંહ રૂલર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો કલમસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે જાહેર જગ્યા ઉપર માણસોએ ટોળાવળી ભેગું થવું નહીં તેવું જાહેરનામું બહાર પાડેલું છે. ત્યારે હાલ અમલવારી કરાવવા હેતુસર તેઓ ફરતા ફરતા ઉંદેલના કોઠીયા સીમ વિસ્તાર પાસે આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના કારણે ખંભાતના 15 ગામને એલર્ટ પર રખાયા
લગ્ન પ્રસંગમાં યોજાયો 100થી વધુ લોકોનું જમણવાર
જ્યાં ખુલ્લા ખેતરમાં લગ્ન પ્રસંગ હોવાથી મંદિરની પાછળ ઘર આગળ મંડપ બાંધી કોઈપણ જાતની પરમિશન વગર આશરે 100 જેટલા માણસોનો ભેગા મળી જમણવાર ચાલી રહ્યો હતો. તેમજ કેટલાક ઈસમોએ માસ્ક પણ પહેર્યું નહોંતુ ઉપરાંત સોશિયલ ડિસ્ટનસનું પાલન પણ નહીવત હતું.
પ્રસંગમાં સોશિયલ ડિસ્ટનસનું પાલન પણ નહીવત
ત્યારે પંચોએ રૂબરૂ નામ પૂછતા તેઓએ ખોડાભાઈ રમેશભાઈ સોલંકી, વિષ્ણુભાઇ ઠાકોરભાઇ સોલંકી, ઠાકોરભાઇ વેરિભાઇ સોલંકી, જગદીશભાઈ નરસિંહનભાઈ સોલંકી, વાસુદેવભાઈ જીવાભાઇ સોલંકી, અમરસંગભાઈ પરસોત્તમભાઈ સોલંકી આ તમામ ઉંદેલ કોઠીયા સીમ વિસ્તાર તાલુકો ખંભાત હોવાનું જણાવ્યું હતુ. તેમજ ઉપરોક્ત આરોપીઓ પાસે લગ્ન સમારંભની પરવાનગી માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: કોવિડ કેર સેન્ટરમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો, મહિલા તબીબ અને દર્દી વચ્ચે માં-દિકરી સમો પ્રેમ
પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી
ઉપરાંત કોઈપણ જગ્યાએ ચારથી વધુ માણસો ભેગા થવું નહીં તેમજ માસ્ક પહેરવા વગર બહાર નીકળવું નહીં તે અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે જાહેરનામું બહાર પાડેલું હોવા છતાં પોતાના ઘરે લગ્ન પ્રસંગમાં 100 જેટલા માણસો ભેગા કરી કોઈ પરમિશન વગર લગ્નનું આયોજન કરેલું હતું અને ઘરે લગ્ન પ્રસંગમાં વગર પરમિશને જમણવાર રાખેલો હતો. તેથી પોલીસે IPCC કલમ 188, 269 તથા ગુજરાત એપેડમીક એક્ટ કલમ 13 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.