ETV Bharat / state

દુર્ઘટનાને આમંત્રિત કરતી પેટલાદ LIC ઓફીસની જર્જરીત હાલત, તંત્રની ઢીલાશ બની જીવનો જોખમ - Gujarat

આણંદઃ જિલ્લાના પેટલાદ તાલુકામાં ભારતીય જીવન વીમા નિગમ(LIC) ની ઓફીસનું ભવન જર્જરિત હાલતમાં છે. એટલે LIC ઓફીસને બીજા સલામત સ્થળે ખસેડવાની માગ સ્થાનિકો કરી રહ્યાં છે. LIC ઓફિસને બીજી કોઇ જગ્યા મળી રહી નથી. જેથી તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી કામ કરી રહ્યાં છે. ત્યારે પાલિકા આ મુદ્દે LICના અધિકારીઓને જવાબદાર ગણાવી રહ્યું છે. આમ, LIC ઓફિસના અઘિકારીઓની બેદરકારીના કારણે કર્મચારીઓ અને  LIC માટે આવતાં લોકોનો જીવ જોખમમાં મૂકાયો છે.

પેટલાદ LIC ઓફીસનું જર્જરિત મકાન દુર્ઘટનાને નોતરી રહ્યું છે.
author img

By

Published : Jul 6, 2019, 9:27 AM IST

Updated : Jul 6, 2019, 9:42 AM IST

પેટલાદ નગરપાલિકાનું મકાન 50 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. તેના ઉપરના માળે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની ઓફિસ ભાડાપેટે આપી હતી. આજે આ ભવન જર્જરીત હાલતમાં છે. માટે તેના સમારકામની કારગીરી ટૂંક સમયમાં શરૂ થવાની છે. પાલિકાએ આ ભવનખાલી કરી દીધું છે પણ LIC ઓફીસને બીજી કોઇ જગ્યા ન મળવાથી તેઓ આ જર્જરીત ભવનમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યાં છે. આથી સ્થાનિકો આ ઓફિસને કોઇ સલામત સ્થળે ખસેડવા માટે માગ કરી રહ્યાં છે. ત્યારે LICના અધિકારી બીજે જગ્યા મળી ન હોવાનું કારણ બતાવીને ગ્રાહકો સહિત અઘિકારીઓને જીવનને દાવ મૂકીને ઓફિસ ચલાવી રહ્યાં છે.

આ મુદ્દે ચીફ ઓફિસર જણાવ્યું હતું કે, LICને નગરપાલિકા થકી વર્ષ 2010માં જ ઓફિસ ખાલી કરવાની નોટીસ આપવામાં આપી હતી. છતાં તેમણે હજુ સુધી ઓફિસ ખાલી કરી હતી. છેલ્લા કેટલાય સમયથી તેમણે ગેરકાયદેસર આ ભવનમાં ઓફિસ ચાલું રાખી છે. પણ હવે તો હદ થઇ ગઇ છે. ભવન જર્જરીત થઇ ગયું છે ગમે ત્યારે તે પડી શકે તેવી હાલતમાં છે. છતાં LIC બેદરકારી દાખવી રહ્યું છે.

ઓફિસ ખાલી ન કરવા બાબતે ચીફ ઓફિસર જણાવે છે કે, LICને નગરપાલિકાને ભાડાપેટે ઓફિસ આપેલી છે. જેનું ભાડું અન્ય ખાનગી સંસ્થાની સરખાણીએ ઘણું ઓછું હોય છે. આથી કદાચ LICવાળા આ ઓફિસ ખાલી કરતાં નથી.

આમ, LICનું તંત્ર જર્જરીત મકાનમાં કામ ચાલું રાખીને સામેથી મોતને નોતરી રહ્યું છે. ત્યારે આ ઓફિસને તાત્કાલિક ધોરણે ખાલી કરવાની માગ ઉગ્ર બની છે.

Intro:આણંદ જિલ્લા ના પેટલાદ મુકામે આવેલ ભારતીય જીવન વીમા નિગમ(lic) ની ઓફીસ નું ભવન જર્જરિત હાલત માં હોવાથી સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ LIC ઓફીસ ને બીજા સલામત સ્થળે ખસેડવા માં આવે તેવી માંગ ઉઠાવી છે.

Body:પેટલાદ નગરપાલિકા નું મકાન આજથી પચાસ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યું હતું જે મકાન ની ઉપરના માળે ભારતીય જીવન વીમા નિગમ એલ.આઇ.સી ને ઓફિસ માસિક ભાડા પેટે આપેલ હતી જેને નગરપાલિકા થકી વર્ષ 2010માં જ ખાલી કરવા માટે નોટીસ આપેલ હોવા છતાં આ ભવન વીમા નિગમ દ્વારા ખાલી ન કરાતા હાલ આ જર્જરીત બિલ્ડીંગ કોઈ મોટી હોનારત નોતરે તેવી ભીતિ ઊભી થાય છે,સમાજ ને જીવન સામે રક્ષણ આપત જીવન વીમા નિગમ ના કર્મચારીઓ જ પોતાના જીવ ના જોખમે આજે આ ખંડેર મકાન માં ફરજ બજાવે છે.
એલ આઇ સી ની ઓફિસ માં કામ કરતાઆ કર્મચારીઓ તથા વીમા કે પ્રીમિયમ ના કામ અર્થે આવતા નાગરિકો રોજિંદા આ બિલ્ડિંગમાં કામ અર્થે અવરજવર કરે છે ત્યારે પેટલાદના સ્થાનિકોમાં આ ઓફિસને બીજા કોઈ સલામત સ્થળે ખસેડવા માટેની માંગ ઉઠી છે

Conclusion:પેટલાદ નગરપાલિકાના બિલ્ડીંગ નગરપાલિકા દ્વારા તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે પરંતુ એલ.આઇ.સી ના ઓફિસરો દ્વારા ઓફિસને ખાલી કરવાના કામ માં કરવામાં આવતા ઢીલાસ ના કારણે સ્થાનિકોને જીવના જોખમે આ ઓફિસ નો ઉપયોગ કરવો પડે છે.

પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર એ જણાવ્યું હતું કે વારંવાર એલઆઇસીના અધિકારીઓને નોટિસ તથા અરજી આપવા માં આવ્યાં છે પરંતુ કોઈજ પ્રકાર ના આ અધિકારીઓ સહયોગ આપતા નથી જે મકાન માં ઓફીસ આવેલ છે તે ખૂબ જૂનું તથા જર્જરિત હાલત માં છે જે કોઈ પણ સમયે ધરાશાયી થાય તેવી પરિસ્થિતિ મહોવાથી જેનું નવીનીકરણ કરવા સારું કામ પણ ચાલુ કરી દેવા માં આવ્યું છે.

હવે જોવું રહ્યું કે ભારતીય જીવન વીમા નિગમ આ કચેરી નું સ્થળાંતર ક્યારે કરેછે અને પેટલાદ વાસીઓ ક્યારે શાંત મને વીમા ના કામ અર્થે કચેરી માં જઇ શકશે છે.

બાઈટ: પ્રભાબેન (સ્થાનિક પેટલાદ)
બાઈટ:હિરલ ઠાકર(ચીફ ઓફિસર પેટલાદ.)
Last Updated : Jul 6, 2019, 9:42 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.