- આણંદની વિદ્યાર્થિનીને આવ્યો Social distancing cap બનાવાનો વિચાર
- સરદાર પટેલ યુનિવર્સિટીના છાત્રોએ બનાવી સોશિયલ ડિસ્ટન્સિંગ કેપ
- Social distancing capને ફૂલ ચાર્જ કર્યા બાદ લાંબા સમય સુધી કરી શકાય છે વપરાશ
આણંદ : વિદ્યાનગર સરદા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની માનસી પાસવાલને એક વિચાર આવ્યો હતો. જેમાં કોરોના મહામારીમાં માસ્કને હાથ ન સ્પર્શે તે માટે બઝર વાગતી સર્કિટ બનાવી હતી. જે અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા આ બાળકીનો સંપર્ક વિદ્યાનગર સ્થિત કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં કામ કરતા વિદ્યાર્થીઓ અને સેન્ટરના સ્વયંસેવક વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમ સાથે કરાવ્યો હતો. જે બાદ તેમના દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ કેપ ( Social distancing cap )નું નિર્માણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું આવશ્ક જરૂરી છે, ત્યારે બાળકો દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સંકેત આપતી કેપ ( Social distancing cap )નું નિર્માણ કર્યું છે.
Social distancing capનો ઉપયોગથી કોરોના સંક્રમણમાં ઘટાડો થશે
આ અંગે માહિતી આપતા સી. સી. પટેલ લોક વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. વિભાવરી વૈષ્ણવે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા એક આધુનિક સર્કિટ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ કેપ ( Social distancing cap ) બનાવવામાં આવી છે. જેમાં તેમાં અલ્ટ્રાસોનિક સેન્સર લગાવીને 60 સેન્ટિમીટરના અંતરમાં કોઈ વ્યક્તિ આવે, તો આ સર્કિટ બઝર વગાડીને વ્યક્તિને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટેના સંકેત આપે છે. જે કોરોના મહામારીમાં સંક્રમણ વધતું અટકાવવામાં જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ કેપ ( Social distancing cap )નો ઉપયોગથી કોરોના સંક્રમણમાં ઘટાડો થશે, તેવી આશા પણ તેમને વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો -