ETV Bharat / state

ખેડૂતોને નાણાકીય સહાય આપતી બે યોજનાઓ થઈ જાહેર, જાણો યોજના વિશે - ઓનલાઈન અરજી

ભારત દેશ એક કૃષિપ્રધાન દેશ છે, ત્યારે દેશમાં કૃષિ સાથે સંકળાયેલ એક મોટો વર્ગ દેશની જીડીપીમાં નોંધનીય ફાળો આપી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 'મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના' હેઠળ પાક સંગ્રહ ગોડાઉન બનાવવા ખેડૂતને સહાય આપવા તેમજ 'કિસાન પરિવહન યોજના' હેઠળ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મિડિયમ સાઈઝના ગુડ્જ કેરેજ વાહનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે, જેનો લાભ લેવા આગામી 15 ઓગસ્ટ સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.

ખેડૂતોને નાણાકીય સહાય આપતી બે યોજનાઓ થઈ જાહેર જાણો યોજના વિશે

author img

By

Published : Jul 13, 2020, 3:41 PM IST

Updated : Jul 13, 2020, 7:02 PM IST

ખેડૂતોના સપના સાકાર કરવા રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ

  • મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના
  • કિસાન પરિવહન યોજના

આણંદઃ આ અંગે વિસ્તૃત માહિતી આપતા આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી સચિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થઈ આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે બે યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ પૈકી 'મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના' રાજ્યના તમામ ખેડૂતોને પોતાના ખેતરમાં પાક સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 30 ટકા અથવા 30,000 બેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે, લાભાર્થી ખેડૂતે આ યોજના હેઠળ ન્યૂનતમ 330 ચોરસ ફુટ વિસ્તારનું પાકું માળખું(સિમેન્ટ રેતીનુ) બનાવવાનું રહેશે લાભાર્થી ખેડૂતને સહાય બે હપ્તામાં મળવાપાત્ર રહેશે.

ખેડૂતોને નાણાકીય સહાય આપતી બે યોજનાઓ થઈ જાહેર જાણો યોજના વિશે
ખેડૂતોને નાણાકીય સહાય આપતી બે યોજનાઓ થઈ જાહેર જાણો યોજના વિશે

તો અન્ય યોજના 'કિસાન પરિવહન યોજના' હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા ટેમ્પ્લેટ કરેલ મીડિયમ સાઇઝના ગુડઝ કેરેજ વાહન ચાર પૈડાવાળા 600થી 500 કિલો સુધીનો ભાર વહન કરી શકવાની ક્ષમતા ધરાવતા, વાહનની ખરીદી કરવા માટે નાના /શ્રીમંત /મહિલા/ અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના ખેડૂતને કુલ ખર્ચના 35 ટકા અથવા 75,000 બેમાંથી જે ઓછુ હોય તે અને સામાન્ય ખેડુતોને ખર્ચના 50 ટકા અથવા 50,000 બેમાંથી જે ઓછુ હોય તે મુજબની સહાય આપવામાં આવશે.

ઉપરોક્ત બન્ને યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડૂત (i-khedut)પોર્ટલ ઉપર આગામી 15 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી શકશે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરીને અરજીની પ્રિન્ટ સાથે 7/12 અને 8(અ), આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ જેવા જરુરી કાગળ સહિતની અરજીની નકલ ગ્રામ સેવક અથવા તાલુકા ખેતીવાડી અધિકારીની કચેરીએ પહોંચાડવાની રહેશે યોજનાની વધુ વિગત આઇ-ખેડૂત પોર્ટલ પર જોઈ શકાશે અથવા વધુ જાણકારી મેળવવા નજીકના ગ્રામ સેવક અથવા તાલુકા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરી જાણકારી મેળવી શકાશે.

આણંદ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ચિરાગ પટેલ ખેડૂતોને અપીલ કરી હતી.

Last Updated : Jul 13, 2020, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.