આણંદ: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014 માં શરૂ કરેલ મન કી બાત કાર્યક્રમને બહોળો જન આવકાર મળી રહ્યો છે. આજે મન કી બાત કાર્યક્રમનો 100 મો એપિસોડ પ્રસારિત થયો હતો. જેમાં દેશભરમાં માંથી 4 લાખ કરતા વધુ સ્થળ ઉપર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયેલ હતું. જે અંતર્ગત આણંદના સારસા મુકામે મન કી બાત કાર્યક્રમ યોજાયો. જેમાં 700 કરતાં વધારે લોકોની જન મેદની ઉમટી હતી.
કાર્યકર્તાઓ ઉપસ્થિત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 100 માં મન કી બાત કાર્યક્રમના જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું. આંકલાવ વિધાનસભા મત વિસ્તારના સારસા સ્થિત બુથ નંબર 18માં MVS હાઈસ્કૂલ ખાતે સાંસદ મિતેષભાઈ પટેલની ખાસ ઉપસ્થિત માં મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ સાથે આણંદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, સરપંચ કિરીટભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, સારસા કેળવણી મંડળના ચેરમેન શશીકાન્તભાઈ પટેલ, માજી સરપંચ વિમલભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, યુવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
આ પણ વાંચો Anand Latest News: રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું
વડાપ્રધાને કહી આ વાતઃ 100 મો એપિસોડ છે. લાખો સંદેશ અને હજારો ચિઠ્ઠી મળી છે. મેં પ્રયાસ કર્યા છે કે, એ તમામને વાંચું અને સંદેશાઓ વાચું, દેશવાસીઓના પત્રો વાંચીને ભાવુક થયો છું, મન કી બાત ના એપિસોડ પર શુભેચ્છા પાઠવું છું. શુભેચ્છાઓના પાત્ર મન કી બાતના શ્રોતાઓ છે. દરેક ભારતીયોના મન અને ભાવિનાઓની વાત છે. તારીખ 3 ઓક્ટોબર 2014 વિજયાદશમીના દિવસે આ મન કી બાત યાત્રા શરૂ કરી હતી. વિજ્યાદશમી એટલા બુરાઈ પર અચ્છાઈની જીત, મનકી બાત પણ દેશવાસીઓને પોઝિટિવિટીનું પર્વ બની ગયું છે. જે દર મહિને આવે છે. જેની સૌ કોઈ રાહ જોતા હોય છે. જેમાં પોઝિટિવિટી સેલિબ્રેટ કરવામાં આવે છે. મન કી બાત ને આટલા વર્ષો થઈ ગયા એ માન્યમાં આવતું નથી. દરેક એપિસોડ ખૂબ ખાસ રહ્યો છે. દરેક વખતે એમાં કંઈક નવું જોવા મળ્યું છે.