પ્રાપ્ત માહિતી મુજબ મૂળ અમદાવાદનો રહેવાસી ચંદ્રકાંત નટુભાઈ પટેલ જે કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તેને કામ અર્થે અવારનવાર આણંદ જિલ્લાના મેઘવાં ગામે આવવાનું થતું હતુ. મેઘવામાં રહેતી એક પરણિત મહિલા શીતલ સાથે આ ચંદ્રકાન્તને અવાર નવાર મુલાકાતો થતી હતી. શીતલનો પતિ ગૌતમ પટેલ કે, જે ને ચંદ્રકાન્ત સાથે કૌટુંબિક મામાનો સબંધ થતો હતો.
ચંદ્રકાન્ત અને શિતલની વધતી જતી મુલાકાતોએ ધીરે ધીરે પ્રેમનું રૂપ લઈ બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં, પરંતુ બંનેના આ અનૈતિક સંબંધો વચ્ચે શીતલનો પતિ ગૌરાંગ વચ્ચે આવવાની બીક રાખી આ બનેએ ગૌતમને વચ્ચેથી દુર કરવા કાવતરું ઘડ્યું હતું.
મળતી વિગતો અનુસાર 12મી તારીખના રોજ મેઘવા ગામની નાની ખડકીમાં રહેતા ગૌતમ ચંદુભાઈ પટેલનો મૃતદેહ ગામની સીમમાં મળી આવ્યો હતો. વાળંદના કુવા વાળા ખેતર નજીક રોડની ગટર પાસેથી બિનવારસી મળી આવેલા મૃતદેહને પોલીસ દ્વારા કબ્જો લઇ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોકટર દ્વારા PM કરાવતા મૃતકનું મોત થયા પાછળનું કારણ ગળુ દબાવવાથી થયું હોવાનું ખુલ્યુ હતું.
જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેણે કબૂલ કર્યું હતું કે, તેણીએ ચંદ્રકાંત પટેલ સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને અવારનવાર આણંદ અમદાવાદ વગેરે જગ્યાઓએ મળવા જતા હતા.આ પ્રેમ સબંધમાં પતિ ગૌતમ અવરોધરૂપ બનતો હતો. જેથી બંને એકબીજાના પરિવારને ખતમ કરી નાખવાનું કાવતરું રચ્યું હતું, જે અનુસાર પહેલા ગૌતમની હત્યા કર્યા બાદ ચંદ્રકાંત તેની પત્ની પિતા અને ભત્રીજીને પણ મારવાનો હતો અને ત્યારબાદ બંને એક સાથે રહેવાના એકબીજાના સપના પૂરા કરવાના કોલ આપ્યા હતા.
દરમિયાન ગત તારીખ 11 તારીખના રોજ ચંદ્રકાંત એ પ્રેમિકા શીતલ સાથે મોબાઇલ પર સંપર્ક કરીને અમદાવાદથી પોતાની અલ્ટો 800 મારૂતિ કારમાં મહુધા તાલુકાના ભુમસ ગામે રહેતા મિત્ર મહેશ ઉર્ફે જીગા મનુભાઈ પરમાર સાથે પણસોરા ગામની સીમમાં આવેલ વાણંદના કુવા પાસે આવી ગયો હતો. જ્યાંથી તેણે શીતલને ફોન કરીને તેના પતિ ગૌતમ સાથે વાત કરી હતી અને ગૌતમને ઉઘરાણી કરવા માટે જવાનું છે. તેમ જણાવી વાળના કૂંવા પાસે બોલાવ્યો હતો. ગૌતમ પોતાનું બાઇક લઇને ત્યાં જતાં જ ચંદ્રકાંત એને પોતાની ગાડીની પાછળની સીટ પર બેસાડી દીધો હતો અને વાતચીત ચાલુ કરી હતી દરમિયાન એકદમ ચંદ્રકાંત તેનું ગળું પકડી લીધું હતું અને ડ્રાઇવર મહેશ દ્વારા ગૌતમને પકડી રાખીને હત્યા કરવામાં મદદગારી કરવામાં આવી હતી.આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.