આણંદ: નિશ્ચિત ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election 2021)ને ગણતરીના કલાકો બાકી રહ્યા છે તે પૂર્વે આણંદ જિલ્લાના સારસા ગામમાં વેચવામાં આવેલા ચવાણાના કારણે વિવાદ સર્જાયો છે. આણંદ જિલ્લામાં સૌથી મોટો રેવેન્યુ વિસ્તાર ધવરાવતા સારસા પંચાયતની સત્તા મેળવવા સંપન્ન ઉમેદવાર સામે સશક્ત ઉમેદવાર મેદાને ઉતરતા આમને-સામનેનો જંગ છેડાયો છે.
ફરિયાદ મળતા તંત્ર દોડતું થયું
શુક્રવારે આણંદમાં ચૂંટણી નોડલ અધિકારી સકીલ વ્હોરાને મળેલી ફરિયાદને આધારે આણંદ તાલુકાના સારસા ગામે (sarsa anand gram panchayat election 2021) સરપંચ પદ માટેના ઉમેદવાર દ્વારા ચૂંટણી પૂર્વે પોતાના નામ અને મતદાન ચિન્હ (election sign for gram panachayat election) અનુક્રમણિકા ક્રમાંક સાથેની વિગત ધરાવતા સ્ટિકર વાળા ચવાણું ભરેલા પેકેટ વહેંચવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ સાથે ફરિયાદ મળતા તંત્ર દોડતું બન્યું હતું.
નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો કાર્યવાહી થશે
સમગ્ર બનાવ મામલે ચૂંટણીમાં આણંદ તાલુકામાં આચારસંહિતા (gram panchayat election 2021 code of conduct)ના નોડલ સકીલ વ્હોરા સાથે થયેલી ટેલિફોનિક વાતચિત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સારસા ગામના સરપંચ પદના ઉમેદવાર વિમલ પટેલ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે તેમની સામેના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કિરીટભાઈ પટેલ દ્વારા ગામમાં નાગરિકોને પોતાના નામ, મતદાન ચિન્હ અને અનુક્રમણિકા ક્રમાંક સાથેની વિગત ધરાવતા ચવાણું ભરેલા પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે સમગ્ર ઘટના અંગે હાલ ગામની મુલાકાત લઈને સ્થળ તપાસ કરવાં આવી છે, જે અંગેની તટસ્થ તાપસ કરવા માટે ગામના તલાટીને જરૂરી સૂચનાઓ સાથે જવાબદારી સોંપવામાં આવી છે. તપાસને અંતે જો ઉમેદવાર દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન થયાનું કે ચૂંટણીના નિયમોના ઉલ્લંઘન અંગેની માહિતી બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મતદારોના મત મેળવવા માટે રાજકારણ ચરમસીમાએ
આણંદ જિલ્લાના સારસા ગામમાં ખરાખરીનો જંગ જામ્યો છે. એક તરફ રાજ્યમાં સૌથી નાની વયે સરપંચ બનવાની સિદ્ધિ ધરાવતા વિમલ મહેશભાઈ પટેલે સરપંચ પદ માટે દાવેદારી કરી છે. તો બીજી તરફ ગામના પ્રમુખ વ્યવસાયકાર કિરીટભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. કુલ 16 વોર્ડ ધરાવતા સારસા ગામના 8 વોર્ડમાં બિનહરીફ જાહેર થયા છે, જ્યારે સરપંચને માટે ગામના 2 મજબૂત વ્યક્તિઓ આમને-સામને ઉતર્યા છે, જેથી 19 તારીખે મતદારોના મત મેળવવા માટે રાજકારણ (gram panchayat election politics in gujarat) ચરણસીમાએ પહોંચેલું જોવા મળી રહ્યું છે.
તપાસનો ધમધમાટ
સારસામાં ઉમેદવારના ક્રમાંક, નામ અને ચૂંટણી ચિન્હ સાથેના સ્ટિકરવાળા ચવાણાના પેકેટના વિતરણને લઈ ગામમાં રાજકારણ ગરમાયુ છે, જે અંગે તંત્ર દ્વારા મળેલી ફરિયાદને આધારે તાપસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. હવે જોવું રહ્યું કે, સારસા ગામના મતદારો ચવાણું ખાઈને મત (gram panchayat election voting gujarat) આપે છે કે કોઈ લાલચમાં આવ્યા સિવાય યોગ્ય સમજનો ઉપયોગ કરી પોતાના મતાધિકાર થકી યોગ્ય ઉમેદવારને જીતાડીને ગામના વિકાસની જવાબદારી સોંપે છે.
આ પણ વાંચો: Gram Panchayat Election 2021: જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, તૈયારીઓ પૂર્ણ
આ પણ વાંચો: Gram Panchayat Election 2021: પ્રચાર પડઘમ શાંત, 19 ડિસેમ્બરના રોજ સવારે 7થી 6 વાગ્યા સુધી યોજાશે મતદાન