- એક વર્ષના બાળકથી લઈ 86 વર્ષની ઉંમરના વ્યક્તિઓ કોરોના સંક્રમણમાં આવતા સારવાર શરૂ કરાઇ
- મે મહિનાના 6 દિવસમાં 934 કેસ આવ્યા સામે
- કોરોનાકાળ દરમિયાન પ્રથમ વખત 24 કલાકમાં 205 દર્દી નોંધાયા છે
આણંદઃ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ કોરોનાના કેસ સતત વધતા જાય છે. જિલ્લામાં એક વર્ષથી લઇ 86 વર્ષ સુધીના 205 દર્દી કોરોના પોઝિટિવ આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. કોરોનાકાળ દરમિયાન પ્રથમ વખત 24 કલાકમાં 205 દર્દી નોંધાયા છે. આ સાથે જિલ્લાનો કુલ આંક 5860 સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 25 લોકો સંક્રમિત
212 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે
જિલ્લા આરોગ્ય વિભાગે ગુરૂવારના રોજ જાહેર કરેલી વિગતોમાં 1190 એક્ટીવ કેસ નોંધાયા છે. જેમાં 652 દર્દી સ્ટેબલ, 473 ઓક્સિજન પર, 33 બાયપેપ, 32 વેન્ટીલેટર પર છે. આ ઉપરાંત 212 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.
આણંદની 17 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
આણંદની કુલ 17 હોસ્પિટલમાંથી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં 492 દર્દી, અંજલી હોસ્પિટલમાં 52, એસએસ હોસ્પિટલ પેટલાદમાં 34, આણંદ સિવિલમાં 28, આઈરીસમાં 32, અશ્વીનીમાં 20, યુનિટિમાં 37, એમરીમાં 37, એસપીમાં 20, શાશ્વતમાં 35, ટીસ્વેરમાં 31, અપરામાં 77, કાર્ડીયાક કેર 24, કેમ્બેમાં 16, અક્ષરમાં 13, વિહારમાં 19 અને શ્વસન હોસ્પિટલમાં 11 દર્દી સારવાર હેઠળ છે.
જિલ્લામાં કોવિડ-19ના કુલ 3,09,815 ટેસ્ટ તંત્ર દ્વારા કરાયા છે
જિલ્લામાં કોવિડ-19ના કુલ 3,09,815 ટેસ્ટ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાંથી 3,03,955 નેગેટીવ આવ્યા છે. જ્યારે 5,860 દર્દી સરકારી ચોપડે પોઝિટિવ નોંધાયા છે. જો કે, 4,643 દર્દીઓએ સ્વસ્થ બની કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત 27 દર્દી કોરોના સામે જંગ હારી મોતને ભેંટ્યા છે.
આ પણ વાંચોઃ એપ્રિલ મહિનાના 8 દિવસમાં 164 દર્દી થયા કોરોના સંક્રમિત
એપ્રિલ મહિનામાં 1857 કેસ નોંધાયા હતાં
આશ્ચર્યજનક બાબત એ છે કે, એપ્રિલ મહિનામાં 1857 કેસ નોંધાયા હતાં. જ્યારે મે મહિનાના માત્ર છ જ દિવસમાં તેના અડધા એટલે કે 934 કેસ નોંધાયા છે. આમ, કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. જેની સામે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર વામણું પુરવાર સાબિત થઇ રહ્યું છે.