ETV Bharat / state

આણંદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં સેનિટાઈઝિંગની કામગીરી હાથ ધરાઈ - Disinfectant was sprayed

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે, આજે આણંદ જિલ્લામાં નવા 7 કેસ સામે આવ્યા છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓનો આંક 367 થવા પામ્યો છે. ત્યારે આણંદમાં નગરપાલિકા દ્વારા સલામતીના ભાગ રૂપે શહેરના વિવિધ વિસ્તારમાં ડિસઇન્ફેકટન્ટનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

આણંદ
આણંદ
author img

By

Published : Jul 18, 2020, 7:23 PM IST

આણંદ: જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે, આજે આણંદ જિલ્લામાં નવા 7 કેસ સામે આવ્યા છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓનો આંક 367 થવા પામ્યો છે. ત્યારે આણંદમાં નગરપાલિકા દ્વારા સલામતીના ભાગ રૂપે શહેરના વિવિધ વિસ્તારમાં ડિસઇન્ફેકટન્ટનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

આણંદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ડિસઇન્ફેકટન્ટનો છંટકાવ કરવામાં આવ્યો
આણંદ શહેરમાં આણંદ મ્યુન્સિપાલિટી દ્વારા નિયમિત શહેરના વિસ્તારોમાં સેનેટાઇઝિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, ત્યારે આણંદ શહેરમાં વધતા કોરોના સંક્રમણને કાબુ કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવતી હોવાની નગરપાલિકાના ઝોનલ ઓફિસર દ્વારા etv bharat ને જાણકારી આપવામાં આવી હતી.મ્યુનિસિપાલિટીના જોનલ ઓફિસર તુષાર મોડએ etv bharat સાથેની ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લામાં પણ કોરોનાએ માથું ઊંચક્યું છે. જેથી આણંદ નગરપાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને ફેલાતું રોકવા તથા અન્ય વિસ્તારોમાં તેનું સંક્રમણ ન ફેલાય તે માટે ડિસઇન્ફેકટન્ટનો છંટકાવ કરવામાં આવે છે, જેથી નિયમિત સમયે થતી આવી કામગીરીથી કોરોના સંક્રમણ ને ફેલાતું સંભવિત રોકી શકાય.આણંદ જિલ્લામાં અનલોક જાહેર થયા બાદ કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેથી લોકલ ટ્રાન્સમિશનથી ઇન્ફેક્શન ઝપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે લોકોએ જાગૃત બનવાની જરૂર છે. સાથેજ સરકારે જાહેર કરેલ નીતિ નિયમી અપનાવી સ્વચ્છતાને પ્રાધાન્ય આપી કોરોનાને હરાવવાની લડાઈમાં દેશને વધુ મજબૂત બનાવવા પ્રયત્નો કરવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.