- જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ બન્યા આણંદના મહેમાન
- અમુલ ડેરી, કરમસદ, સરદાર ગૃહની લીધી મુલાકાત
- બોરસદ ખાતે દાંડી યાત્રામાં લીધો ભાગ
- મનોજ સિંહાએ સરદાર પટેલના ઘરની મુલાકાત લીધી
- જમ્મૂ-કાશ્મીર ના બીજા લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિંહા
આણંદ : જમ્મુ કાશ્મીર રાજ્યના ઉપરાજ્યપાલ મનોજ સિંહા શુક્રવારના રોજ આણંદ શહેરના મહેમાન બન્યા હતા. મનોજ સિંહાએ પ્રથમ દાંડી યાત્રા સાથે બોરસદ ખાતેથી પગપાળા પ્રવાસ કર્યો હતો. જ્યાંથી પરત આવી મનોજ સિંહાએ કરમસદ ખાતે સરદાર પટેલના ગૃહની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો - દાંડી યાત્રા 2021માં આણંદ જિલ્લાના 5 સભ્યો જોડાયા
દેશનું આજે જે સ્વરૂપ છે તે સરદાર પટેલના કારણે છે
મનોજ સિંહાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરદાર પટેલના વતન કરમસદની મુલાકાત લઈ તેમને આનંદ થયો છે. આ સાથે જ સરદાર પટેલના અખંડ ભારતના નિર્માણના કાર્યને યાદ કરતા તેમને જણાવ્યું હતું કે, દેશનું આજે જે સ્વરૂપ છે તે સરદાર પટેલના કારણે છે. નાના રજવાડા ને એક કરી દેશના નિર્માણમાં સરદાર પટેલના ફાળાને તેમણે બિરદાવ્યો હતો.
![Manoj Sinha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-leftinent-governor-of-jk-visited-anand-avb-7205242_19032021145529_1903f_1616145929_941.jpg)
આ પણ વાંચો - PM મોદીએ પ્રસ્થાન કરાવેલી દાંડી યાત્રામાં જેતપુરના પરીન ક્યાડાની થઈ પસંદગી
જમ્મુ-કાશ્મીરમાં 25થી 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે
આ સાથે જ મનોજ સિંહાએ જમ્મુ કાશ્મીરના વિકાસ માટે આગામી સમયમાં સરકાર દ્વારા લાગુ કરાયેલી નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી થકી આગામી જમ્મુ-કાશ્મીરમાં 25થી 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેનાથી પાંચ લાખ જેટલા યુવાનોને રોજગારી મળશે, તેવી જાણકારી મનોજ સિંહાએ આપી હતી.
![Manoj Sinha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-leftinent-governor-of-jk-visited-anand-avb-7205242_19032021145529_1903f_1616145929_912.jpg)
આ પણ વાંચો - દાંડી યાત્રિકો નાપા ગામ ખાતે વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે