- તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી NDRFની ટીમ પહોંચી ખંભાત
- પૂનાથી એરલિફ્ટ કરી NDRFની ટીમને ખંભાત મુકવામાં આવી
- ખંભાતના રાલજ અને ધુવારણમાં NDRFની ટીમ તહેનાત કરાઈ
આણંદઃ તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લામાંં પણ તેની અસર જોવા મળી શકે છે, જેને ધ્યાનમાં રાખી ખંભાત તાલુકાના કાંઠા ગાળાના નીચાણવાળા વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્થાનિકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા NDRFની 2 ટુકડીઓ રાલજ અને ધુવારણ ખાતે તહેનાત રાખવામાં આવી છે.
![પૂનાથી એરલિફ્ટ કરી NDRFની ટીમને ખંભાત મુકવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11790996_ndrfcyclone_a_7205242.jpg)
આ પણ વાંચોઃ NDRFની ટીમ દાંડી દરિયા કિનારે પહોંચી
રાજ્ય સરકારે જરૂરી કાર્યવાહી હાથ ધરી
સમુદ્રમાં ઉદ્ભવેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ગુજરાતના સમુદ્રના કિનારે અથડાવવાના જોખમને પગલે રાજ્ય સરકારે તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં 2 મથકો પર NDRFની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.
![ખંભાતના રાલજ અને ધુવારણમાં NDRFની ટીમ તહેનાત કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11790996_ndrfcyclone_c_7205242.jpg)
આ પણ વાંચોઃ ગીરસોમનાથ જિલ્લામાં NDRFની ટીમનું આગમન
રાલજમાં સિકોતર માતાના મંદિર ખાતે NDRFના 22 જવાનો તહેનાત
રાલજમાં સિકોતર માતા મંદિર ખાતે NDRFના 22 જવાનો અને 22 જવાનોની ટુકડી ધુવારણ ખાતે રાખવામાં આવી છે, જે પૂરી તૈયારીઓ સાથે આપતી વખતે જરૂરી બચાવ માટેના સાધન સામગ્રી જેવી કે, વુડન ચેન કટર, એન્ગલ કટર, આર આર શૉ, ચિપિંગ હેમર, ડ્રિલ મશીન, બોલ્ટ કટર, રબરાઈઝ્ડ બોટ વિથ આઉટ બોર્ડ મશીન, લાઈફ જેકેટ, લાઈફબોય વગેરે જેવા બચાવના સાધનો સાથે તહેનાત રાખવામાં આવ્યા છે. આ વાવાઝોડાનું સંકટ ટળે અને જો નુકશાન થાય તો રાહત કામગીરી પૂર્ણ થયા સુધી જિલ્લામાં હાજર રહેશે.