તો જાણીએ કે ક્યા ક્યા કરાણો રહ્યા ભાજપની જીતના અને કોગ્રેસની હારના
આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ કહેવાય ત્યા આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપનો કમળ ખીલ્યો છે. આ બેઠક પર પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના દિકરાને હારનો સામનો કરવો પડ્યો
હતો. ઉલ્લેખનીય છે કે, ભરતસિંહને વિદેશી ધરતી પરના પક્ષી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, સામાન્ય લોકોમાં તેમની લોકગણના ઘટી ગઇ છે.
*કોંગ્રેસના હારના કારણો :
- ભરતસિંહ સોલંકી -કોંગ્રેસ ઉમદેવાર
૧ : ગત ચૂંટણીમાં હાર પછી થઇ ગયા પાંચ વર્ષ ગુમ
૨ :પદ પર ન હોવા છતાં કાર્યકરોને ફરજીયાત સાહેબ કહેવડાવવાનો લીધો ગેરફાયદો
૩ :સાંસદ તરીકે ૨ ટર્મ રહ્યા હોવા છતાં ઘણા પ્રશ્નો ઉકેલવામાં તેઓ રહ્યા નિષ્ફળ
૪ :પ્રચારમાં કોઈ મજબુત મુદ્દા જ ન હતા તેમની પાસે
૫ :કોઈ સ્ટાર પ્રચારકને આણંદ જિલ્લામાં પ્રચાર માટે ન લાવતા થયો નુકસાન
*ભાજપના ભવ્ય જીતના કારણો :
- મિતેશ પટેલ -ભાજપ ઉમેદવાર
૧ :અગાઉના સાંસદ દિલીપ પટેલના કરેલા કામોનો મળ્યો સીધો લાભ
૨ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાનગરમાં પ્રચાર અર્થે આવતા થયો ફાયદો
૩ :ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો
૪ :સાંસદ દિલીપ પટેલ સામે જિલ્લામાં નારાજગીનો પણ થયો લાભ
૫ :ઉદ્યોગપતિ હોવાને કારણે જાણીતા હોવાનો શહેરના વોટ મેળવવામાં રહ્યા સફળ
કોંગ્રેસના ગઢ ગણાતા આંકલાવ, બોરસદ અને પેટલાદમાં ભાજપે કમળનું જોર વધરાતા પંજો કમજોર બન્યો હતો. એક મજબુત દાવેદાર એવા ભરતસિંહ સોલંકીને ભાજપના નવા નિશાળીયા એવા મિતેશ પટેલે ઐતિહાસિક જંગી મતોથી હરાવતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.