ચારૂતર વિદ્યામંડળ સંચાલિત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઝાયડસ કેડિલા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોડની શાહી સવારી કહેવાતી ઓટોરિક્ષાના ચાલકોનું મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરી સ્વાસ્થ્ય સંબંધિત સલાહ આપવામાં આવી હતી.
ચારૂતર વિદ્યામંડળ અને ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં અંદાજીત ૧૦૦ કરતાં વધુ રિક્ષાચાલકોને ફ્રી મા નિદાન કેમ્પનો લાભ લીધો હતો.