ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD આર.એસ.સોઢી દ્વારા આ મામલે ખુલાસો કરતા જણાવ્યુ હતું કે, મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના રહેવાસી આશુતોષ શુક્લા દ્વારા સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી પ્રતિષ્ઠિત અમૂલના નામને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમૂલ આ વીડિયોને કડક શબ્દોમાં વખોડે છે.
આ અંગે કાયદેસરની ફરિયાદ અમૂલ તરફથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. અમૂલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કર્યો છે. જે આશુતોષ શુક્લાનો અમૂલના અધિકારીઓ દ્વારા 16 ડિસેમ્બરના રોજ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ વીડિયો સોશિયલ મીડિયામાંથી ડીલીટ કરવા વિનંતી કરી હતી. ત્યારે આશુતોષ દ્વારા અમૂલના ઉચ્ચ અધિકારી સાથે વાત કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
તે ઉપરાંત તા. 18 ડિસેમ્બરના રોજ અમૂલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આશુતોષ શુક્લાનો સંપર્ક સાધતા આશુતોષ દ્વારા વીડિયો સોશિયલ મીડિયામાંથી ડીલીટ કરવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કર્યાનો ખુલાસો અમૂલ દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જેથી અમૂલના કર્મચારીઓ દ્વારા આ અંગે ઉત્તરપ્રદેશ પોલીસને આશુતોષ શુક્લા વિરુદ્ધ IPS કલમ 386(વસુલી) કલમ 499 (માનહાની)ની સાથે સાથે સૂચના-પોદ્યોગિક કાયદા(it act) અંતર્ગત પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ મામલે GCMMFના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ.આર.એસ સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે, અમૂલ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી તમામ પ્રોડક્ટને ગુણવત્તા માટે અમૂલ કોઈ જ પ્રકારની નિષ્કાળજી દાખવતી નથી. તમામ પ્રોડક્ટની ગુણવત્તા માટેનું ચેકિંગ અલગ અલગ ચાર સ્તરો પર કરવામાં આવે છે. જ્યારે પણ અમૂલ કે કોઈ પણ પ્રતિષ્ઠિત બ્રાન્ડ વિશે સોશિયલ મીડિયામાં આવી ભ્રમણાઓ ફેલાઇ છે. ત્યારે દરેક નાગરિકે જે તે બ્રાન્ડનો સીધો સંપર્ક કરી વાઇરલ વીડિયો માટે ચકાસણી કરી લેવી જોઈએ.