આણંદ જિલ્લાને ખેડા જિલ્લામાંથી અલગ જિલ્લાનો દરજ્જો પ્રાપ્ત કર્યો ઘણો લાંબો સમગાળોથઇ ગયો છે. ત્યારે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના રાજકીય કાર્યાલય (Anand BJP Office )નું જિલ્લામાં અલગ અલગ સ્થળો પર ભાડે રાખેલી જગ્યાએથી કામગીરી સંભાળવામાં આવતી હતી. જેના નિવારણ માટે આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે અદ્યતન આણંદ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય બનાવવાની ઝુંબેશના પરિણામ સ્વરૂપ આણંદ જિલ્લાના નાવલી રોડ (Anand BJP Office Address) ખાતે અદ્યતન સુવિધાઓ ધરાવતા પાર્ટી કાર્યલયનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે પ્રથમ નોરતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સી આર પાટીલ અને ભાજપના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય (Anand BJP Office ) ને સમગ્ર જિલ્લાના કાર્યકરોને સમર્પિત ( CM Bhupendra Patel inaugurated )કરવામાં આવશે. માત્ર 21 મહિના જેટલા ટૂંકાગાળામાં આણંદ ભાજપ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સાડા ત્રણ કરોડના ખર્ચે કાર્યાલય નિર્માણ આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે અદ્યતન આણંદ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય(Anand BJP Office ) બનાવવાની ઝુંબેશના પરિણામ સ્વરૂપ આણંદ જિલ્લાના નાવલી રોડ (Anand BJP Office Address) ખાતે અંદાજે સાડાત્રણ કરોડના ખર્ચે 20હજાર ચોરસ ફૂટની જગ્યામાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમ ભાજપના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું.
આણંદ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું નિર્માણ આણંદ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના નવ નિર્માણ થયેલ ઇમારત (Anand BJP Office ) માં મુખ્ય પાંખ સહિત વિવિધ મોરચા સેલ માટે હોદેદારો અને કાર્યકરો માટે ઓફિસ બેઠક વ્યવસ્થા, લાઈબ્રેરી, કિચન, આરામ કક્ષ, કોન્ફરન્સ હોલ, વિશાળ મીટીંગ હોલ, તેમજ તમામ પ્રકારની પાયાની સુવિધાઓ સાથે કાર્યાલયનું નિર્માણ ( CM Bhupendra Patel inaugurated ) કરવામાં આવ્યું છે જેને મુખ્યપ્રધાન ખુલ્લું મૂકશે.