આણંદ : પેટલાદ APMC ખાતે થયેલા આ કરારમાં મૂળ સોજીત્રાના વતની અને કેલિફોર્નિયામાં સ્થાયી થયેલ વૈજ્ઞાનિક ડૉ.ભાસ્કર પટેલ તથા પેટલાદ સોજીત્રા તાલુકા સૌર ઉર્જા સહકારી મંડળી વચ્ચે આગામી દિવસોમાં બાયો રિફાઇનરી નાખવા માટે પગલાં ભરવામાં આવનાર છે.
અમેરિકાના વૈજ્ઞાનિક ડૉ.ભાસ્કરભાઈ પટેલ દ્વારા કૃષિ કચરામાંથી વૈજ્ઞાનિક પેટન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયો ફ્યુઅલ કઈ રીતે તૈયાર કરી શકાય, તે અંગે પેટલાદ APMCને જાણકારી આપવામાં આવી છે. તેની સાથે સાથે ખેડૂતોની આવક ડબલ કરવા માટે કૃષિમાંથી ઉપજતા નકામા કચરાને યોગ્ય કિંમતે ખરીદી ખેડૂતોની આર્થિક આવક ઊભી કરી આપવા માટેનો પણ એક યોગ્ય વિકલ્પ ઉભો કરવાની ઐતિહાસિક પહેલ થવાની તેમણે શક્યતાઓ દાખવી છે.
પેટલાદના APMCના ચેરમેન તેજસ પટેલે તેમની સંસ્થા મારફતથી આસપાસના 80 જેટલા ગામોમાં સહકારી મંડળીનું માળખું ઉભું કરી અમેરિકાથી આવેલ આ પ્રોસેસને સહકારી મોડલમાં ઊભી કરી ખેડૂતોને એક નવો આવકનો સોર્સ ઉભો કરી આપવા માટે ઝુંબેશ કરવામાં આવી રહી છે. આ વિષય પર તેજસ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં કૃષિ કચરાને ખેડૂતો પાસેથી યોગ્ય કિંમતે ખરીદી કરીને એકત્રિત કરી તેમાંથી બાયોડીઝલ બનાવી ઇંધણ દો એક વૈકલ્પિક સ્ત્રોત ઉભો કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. તથા પર્યાવરણ અને ઇંધણની ખપાતને પહોંચી વળવા માળખું તૈયાર કરવામાં આવશે.