આણંદ : કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકીએ પત્ની સાથે છુટાછેડાને માટે બોરસદ કોર્ટમાં (Bharatsinh Solanki Case in Court) અરજી દાખલ કરી છે. પત્ની રેશ્મા પટેલ સાથે લાંબા સમયથી ચાલતા પારિવારિક ઝગડાને લઇ છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે. ત્યારે મળતી માહિતી મુજબ પત્ની રેશ્મા પટેલ ભરતસિંહ સોલંકીને છુટાછેડા (Application in Bharatsinh Solanki Borsad Court) આપવાની ના પાડતા ખળભળાટ મચ્યો છે.
"હું છૂટાછેડા તો કોઈ સંજોગોમાં નહિ આપું" - આણંદ જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકીનો (Congress Leader Bharatsinh Solanki) ગૃહ ક્લેશ ચરમસીમાની સપાટીએ આવી પહોચ્યો છે. એક તરફ ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકી દ્વારા વિદેશથી પરત આવી બોરસદમાં ધામા નાખીને ભરતસિંહ સામે “હું છૂટાછેડા તો કોઈ સંજોગોમાં નહિ આપું”ની ગર્જના મોરચો માંડ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અને રાજકીય હોદ્દાઓના સુકાનીને હાલમાં તેમની પત્નીએ (Bharatsinh Solanki Wife) જાહેરમાં ઝાટકણી કરતા ખળભળાટ મચ્યો છે.
આ પણ વાંચો : CWC અંતર્ગત આણંદમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન
ભરતસિંહની પત્નીના ગંભીર આક્ષેપ- ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલ પાસેથી છૂટાછેડા લેવા માટે બોરસદ કોર્ટનું શરણ લેવાની ફરજ પડી છે. સોલંકી દ્વારા પત્ની રેશ્મા સોલંકી વિરુદ્ધ બોરસદ તાલુકા કોર્ટ ખાતે (Bharatsinh Solanki Divorce Case) અરજી કરી રજૂઆત કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ, રેશ્મા સોલંકી રાજકીય પ્રતિષ્ઠાનો ગેરલાભ ઉઠાવી મનફાવે તે રીતે જીવન જીવતાં હતાં. રેશ્માએ અપમાનજનક ભાષા ઉચ્ચારી હતી. તેઓ મનફાવે તેવું વર્તન કરી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના વિદેશ ભાગી જઈ માનસિક રીતે હેરાનગતિ બ્લેકમેલ કરતા આક્ષેપો સામે આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં યોજાયું BJPના સક્રિય કાર્યકરોનું સંમેલન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ભાજપ સરકાર તમામનું કલ્યાણ કરનારી સરકાર
રેશ્મા સોલંકી રાજકીય તંત્ર હલાવ્યું - તો બીજી તરફ ભરતસિંહની પત્ની રેશ્મા સોલંકી દ્વારા ભરતસિંહને કોઈપણ સંજોગોમાં છૂટાછેડા (Divorce Case in Anand) નહિ આપવાની હઠ પકડી છે. તેની સાથે સામાજિક - રાજકીય તંત્રને હલાવી નાખ્યા છે. ત્યારે સમગ્ર મામલે બોરસદ કોર્ટમાં આ કેસની પ્રથમ (Hearing of Bharatsinh Solanki) સુનાવણી 4મી મે 2022 ના રોજ થનાર છે.