આણંદ: જિલ્લામાં નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં 5 જેટલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 માંથી 4 નગરપાલિકાના ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ હતી. જ્યારે સોજીત્રા નગરપાલિકા ની અંદર ભાજપની હાર થઈ હતી. પહેલા અઢી વર્ષ ભાજપ જ હતું. જ્યારે આંતરિક ખેંચતાણમાં ભાજપે નગરપાલિકાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.
ટેકો આપી જીત: ત્યારે આજ રોજ અઢી વર્ષ પૂર્ણ થયા બાદ નવી ચૂંટણીમાં આજના નગરપાલિકાના સોજીત્રા શહેરના કોંગ્રેસ પ્રમુખ યોગેશભાઈ જનુભાઈ પટેલ દ્વારા કોંગ્રેસના આઠ સભ્યો તેમજ પાંચ ભાજપ સભ્યો દ્વારા સોજીત્રા નગરપાલિકા બોર્ડ બનાવ્યું હતું. ત્યારે ભાજપની હાર આપી કોંગ્રેસ દ્વારા ટેકો આપેલ ઉમેદવાર પ્રમુખ તરીકે ઉન્નતીબેન ધર્મેશભાઈ રાણા અને ઉપપ્રમુખ તરીકે જીવિતભાઈ ભરતભાઈ ભટ્ટને 13 મત મળ્યા. જેમાં કોંગ્રેસેના સભ્ય દ્વારા દરખાસ્ત તેમજ ટેકો આપી જીત મેળવી હતી.
ભારતીય જનતા પાર્ટીના સભ્ય: જ્યારે ભાજપના પ્રમુખ ઉમેદવાર સેજલબેન સંજય કુમાર પટેલ હતા. ઉપપ્રમુખના ઉમેદવાર દીપીકાબેન ભટ્ટ હતા. જેઓને આઠ મત મળ્યા હતા. સોજિત્રા નગરપાલિકામાં ભાજપને હરાવી કોંગ્રેસ નગરપાલિકાની સત્તા સંભાળી લીધી હતી અને બોર્ડ બનાવ્યું હતું. ઉલેખનીય છે કે જિલ્લામાં આવેલા 8 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકામાં પૂરું થતી અઢી વર્ષની ટર્મમાં ભારે રાજકીય ખેંચતાણ વચ્ચે એક તાલુકા પંચાયત અને એક નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા પર આવી હતી. જ્યારે આણંદ જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય સત્તા પર આવ્યા હતા. ત્યારે ઘણા સમયથી રાજકીય ચર્ચામાં ઘેરાયેલા મુદ્દે આજે પરિણામ જાહેર થતાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.