ETV Bharat / state

શિયાળાની પાપા પગલી, ધુમ્મસને કારણે વાહનોમાં લાગી બ્રેક - atmosphere

આણંદની આસપાસના વિસ્તારોમાં ગાઢ ઝાકળનું સ્તર જોવા મળ્યું હતું. છેલ્લા ધણા સમય પછી ગાઢ ધુમ્મસ (Dense fog layer) જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસને કારણે માર્ગ પર વાહન ચાલકો માટે વિજીબિલિટી 10 મીટરથી પણ ઓછી થઈ હતી. જૂઓ આ વિડિયોમાં

પાપા પગલા ભરતો આવ્યો શિયાળો, એવું વાતાવરણ થયું કે વાહનો પડ્યા ધીમા

author img

By

Published : Oct 12, 2022, 1:33 PM IST

આણંદની આસપાસના વિસ્તારોમાં ગાઢ ઝાકળનું સ્તર જોવા મળ્યું હતું. વિજીબિલિટી 10 મીટરથી પણ ઓછી થઇ હતી જેના કારણે એક્સપ્રેસ હાઇવે પર વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી.ઘણા સમય પછી આટલું ગાઢ ધૂમસનું (Dense fog layer)વાતાવરણ જોવા મળ્યું હતું. બહુમાળી ભવન ઉપરથી ઝીરો વિઝીબીલિટીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગાઢ ધૂમસનું વાતાવરણ

સ્પીડ ઘટી આજે વહેલી સવારથી જ આણંદ અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ઝાકળનું ધરતી પર સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું હતું. જેના કારણે માર્ગ પર વાહન ચાલકો માટે વિજીબિલિટી 10 મીટરથી પણ ઓછી થઈ જવા પામી હતી. આણંદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહન ચાલકોને પણ આ ગાઢ ધુમ્મસને કારણે વાહન ચલાવવામાં ખુબ તકલીફ ઊભી થઈ હતી. જેના કારણે હાઈવે પર ચાલતા સાધનોની સ્પીડ ઘટી જવા પામી હતી.

ધૂમસનું વાતાવરણ ઘણા સમય પછી આટલું ગાઢ ધૂમસનું વાતાવરણ આણંદ જિલ્લામાં જોવા મળ્યું હતું. સમાન્ય રીતે આ પ્રકારનું વાતાવરણ શિયાળા દરમિયાન સર્જાતું હોય છે. ત્યારે આજે વહેલી સવારથી ધુમ્મસ છવાયેલા વાતાવરણે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસને કારણે કોઈ પર્યટક સ્થળ જેવું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે સ્થાનિક લોકોએ ધુમ્મસનો આનંદ માણ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.