ETV Bharat / state

Anand Jilla Panchayat General Meeting : વિપક્ષની તમામ રજૂઆતો પર સત્તાપક્ષ ઘેરાયો

આણંદ જિલ્લા પંચાયતની આજે વાર્ષિક સામાન્ય સભા (Anand Jilla Panchayat General Meeting) મળી હતી. આ સભામાં વિપક્ષે કરેલી તમામ મુદ્દાઓની ચર્ચાને લઇ સત્તાપક્ષ ઘેરાયો છે.

Anand Jilla Panchayat General Meeting :  વિપક્ષની તમામ રજૂઆતો પર સત્તાપક્ષ ઘેરાયો
Anand Jilla Panchayat General Meeting : વિપક્ષની તમામ રજૂઆતો પર સત્તાપક્ષ ઘેરાયો
author img

By

Published : Feb 24, 2022, 9:15 PM IST

આણંદ : જિલ્લા પંચાયત આણંદની આજે વાર્ષિક સામાન્ય સભા (Anand Jilla Panchayat General Meeting) મળી હતી. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રજાલક્ષી અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વિપક્ષ નેતા નટવરસિંહ મહિડા દ્વારા (Anand District Leader of Opposition Natwarsinh Mahida ) જિલ્લાના મહત્વના મુદ્દાઓ પર વહીવટી બોડીની ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં ઘણા વિવાદમાં રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મળેલા મશીન અંગેની ચર્ચાએ ગરમી પકડી હતી. સાથે જિલ્લા પંચાયત આણંદમાં ફરજ બજાવતા તલાટી અને ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ(Anand District Talati Recruitment) સત્વરે ભરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેની પણ ભલામણ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ જિલ્લા પંચાયત દ્વારા બ્લેક લિસ્ટેડ (Blacklisted companies by Anand District Panchayat ) કરેલ કંપનીઓને નાણાંની ચૂકવણી અંગે પ્રમુખ દ્વારા લખવામાં આવેલ ભલામણપત્ર પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

વિવાદમાં રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મળેલા મશીન અંગેની ચર્ચાએ ગરમી પકડી હતી

પ્રમુખે હામી પુરાવવી પડી

આણંદ જિલ્લા પંચાયતની આ સભામાં (Anand Jilla Panchayat General Meeting) વિપક્ષ દ્વારા કરાયેલ તમામ રજૂઆતો પર સત્તા પક્ષે અને ખાસ કરીને પ્રમુખે હામી પુરાવવી પડી હતી. વિપક્ષ નેતા નટવરસિંહ મહિડાએ(Anand District Leader of Opposition Natwarsinh Mahida) જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં તલાટી, ક્લાર્ક, ગ્રામસેવકની લગભગ 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે જેથી જિલ્લા પંચાયતની વહીવટ યોગ્ય કેવી રીતે ચાલી શકે. બીજી તરફ અધિકારીઓના વહીવટને કારણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતને મળેલું લાખો રૂપિયાનું મશીન બારોબાર કોઈ મળતીયાને ઈશારે કોઈ એક ચોક્કસ ગામ પંચાયતને આપી દેતા સર્જાયેલા વિવાદની પણ આ સભામાં રજૂઆત કરવામાં આવી હતી. સાથે જિલ્લામાં છેવાડે આવેલ બોરસદ વિધાનસભાના કઠાણા ગામે આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરવા માટે CHC દવાખાનું શરૂ કરવા માટે અગાઉની બેઠકોમાં તમામ વહીવટી નિર્ણય લેવાઈ ગયા હોવા છતાં આજ દિન સુધી તે કાર્યરત થઈ શક્યું નથી. જે તાત્કાલિક શરૂ કરવા અને જરૂરી તબીબી મહેકમ ભરી દેવા માટે રજુઆત થઈ હતી. જે તમામ મુદ્દે સત્તા પક્ષે સહમતી દર્શાવી હતી.

આ પણ વાંચોઃ CNG Gas Shortage in Anand : જિલ્લાભરમાં સીએનજી ગેસની અછત સર્જાઈ, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ

10 કરોડ જેટલા વિકાસના કામો મંજૂર

જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારે જણાવ્યું હતું કે આજે મળેલી સામાન્ય સભામાં (Anand Jilla Panchayat General Meeting) અંદાજીત 10 કરોડ જેટલા વિકાસના કામો માટે વહીવટી મંજૂરી આપવામાx આવી છે. જેમાં 8 કરોડ ઉપરાંતના જિલ્લા પંચાયતના ચોથા માળ માટેની રજુઆતને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વિપક્ષ દ્વારા કરવામાં આવેલ રજૂઆત અંગે સફાઈના મશીન બાબતે ઉભા થયેલા વિવાદિત મુદ્દે સર્વાનુમાટે મશીન પરત મંગાવીને તેના માટે ઓપરેટર અને ડ્રાઇવરની ભરતી કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Good Governance Week 2021:આણંદ સુશાસન સપ્તાહની ઉજવણી જુદા જુદા વિભાગોનો ખાતમહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વિપક્ષનો આક્ષેપ

બીજી તરફ વિપક્ષ નેતા નટવરસિંહે આક્ષેપ કર્યો હતો કે જિલ્લા પંચાયતમાં સરકાર તરફથી 197 જેટલા વિવિધ નાના મોટા માર્ગો પાસ થયેલા છે, જેમાંથી 98 જેટલા માર્ગનું કામ આજે પણ શરૂ થયું નથી. ત્યારે આગામી સભા પહેલા આ માર્ગોનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં નહીં આવે તો આગામી સામાન્ય સભામાં (Anand Jilla Panchayat General Meeting) રજૂઆત પણ કરીશું અને ઉપર પણ રજુઆત કરવાની થતી હશે તે કરીશું. જે અંગે જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી હોવાની જાણકારી નટવરસિંહ મહિડાએ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.