ETV Bharat / state

આણંદના અનોખા મુદ્રા ગણેશ, ચલણી નોટ અને સિક્કાનો શણગાર - આણંદ

આણંદના એક ગ્રુપ દ્વારા ચલણી નોટો અને સિક્કાઓ થકી ગણેશજીનો શણગાર કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં જ્યારે નોટબંધી થઈ હતી, ત્યારે આણંદના ગુરુનાનક યુવક મંડળે 2018માં ગણેશજીને નવા ચલણની નોટોથી શણગાર કરવાનું નક્કી કર્યું હતું. 2019માં આ યુવક મંડળ દ્વારા ૨૫ દિવસની મહેનત કરી અને અંદાજીત 1, 51,000 રૂપિયાના ચલણનો ઉપયોગ કરી મુદ્રા ગણેશની સ્થાપના કરવામાં આવી છે.

આણંદના અનોખા મુદ્રા ગણેશ, ચલણી નોટ અને સિક્કાનો શણગાર
author img

By

Published : Sep 11, 2019, 2:15 PM IST

આણંદની ગુરૂનાનક સોસાયટીના મુદ્રા ગણેશ દેશના ચલણમાં રહેલી તમામ પ્રકારની ચલણી નોટોથી બનાવાયા છે. જેમાં એક રૂપિયાથી લઇ અને બે હજાર રૂપિયા સુધીની નોટો સામેલ છે. આ સિવાય ચલણી સિક્કાઓમાં એક રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીના સિક્કાઓનો ઉપયોગ કરી શ્રીજીને શણગાર કરવામાં આવ્યાં છે.

આણંદના અનોખા મુદ્રા ગણેશ, ચલણી નોટ અને સિક્કાનો શણગાર

અહીં કોઈ આ મૂર્તિને નુકસાન ન પહોંચાડે તે માટે સીસીટીવી કેમેરા લગાવાયા છે. ગ્રુપના સદસ્યો સતત સીસીટીવીનું મોનિટરિંગ કરતા રહે છે. આ યુવક મંડળ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, પરંતુ છેલ્લા આઠ વર્ષથી વિવિધ થીમ ઉપર ગણેશ ઉત્સવનું આયોજન કરી અને સમાજમાં પ્રેરણાદાયક કાર્યો કરવામાં આવે છે. આમ, મુદ્રા ગણેશ આણંદ શહેરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Intro:ગણેશજી ની પ્રતિમા ને આણંદ ના એક ગ્રુપ દ્વારા ચલણી નોટો અને સિક્કાઓ થકી શણગારવામાં આવ્યા છે જેમાં ભારત દેશ માં ચલણ મા ચાલતી તમામ કિંમત ની ચલણી નોટો અને ચિક્કાઓ નો નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Body:વર્ષ 2016 માં જ્યારે ભારત સરકાર દ્વારા નોટ બંધી કરવા માં આવી અને નવા રૂપ રંગ માં નવા ચલણ ની શરૂઆત થઈ ત્યારે આણંદ માં આવેલ ગુરુનાનક યુવક મંડળ દ્વારા 2018 માં ગણેશ જી ને નવા ચલણ ની નોટો થી શણગાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને વર્ષ 2019 માં આ યુવક મંડળ ના છોકરાઓ દ્વારા ૨૫ દિવસની મહેનત કરી અને અંદાજીત 1,51,000 રૂપિયા ના ચલણ નો ઉપયોગ કરી મુદ્રા ગણેશ ની સ્થાપના કરવામાં આવી છે.

આણંદની ગુરૂનાનક સોસાયટીના મુદ્રા ગણેશ ની વિશેષતા એ છે કે આ ગણેશજીની પ્રતિમા માં ભારત દેશમાં ચલણમાં ઉપયોગમાં લેવાતી તમામ પ્રકારની ચલણી નોટો જેમાં એક રૂપિયાથી લઇ અને બે હજાર રૂપિયા સુધીની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તથા ભારત દેશ ના ચલણી સિક્કાઓ માં પણ એક રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીના સિક્કાઓનું ઉપયોગ કરી અને શ્રીજીને શણગાર કરવામાં આવ્યા છે.

અંદાજિત દોઢ લાખ રૂપિયાના શણગાર ધારણ કરતી શ્રીજીની પ્રતિમા માટે ગ્રુપના સભ્યો દ્વારા સેવા-પૂજા તો કરવામાં આવે છે સાથે સાથે કોઈ આ મૂર્તિ ને નુકસાન ન પહોંચાડે તે માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ શ્રીજી ભંડાર સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને ગ્રુપના સદસ્યો સતત સીસીટીવી નું મોનિટરિંગ કરતા રહે છે સાથે-સાથે પંડાલમાં સુશોભન માટે પતંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે પતંગ દ્વારા સુશોભિત કરાય ગોંડલ ભારતના ઉત્સવોનું સમન્વય ધરાવતું પ્રતીત કરી રહ્યું છે

મુદ્રા ગણેશ હાલ શહેરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેમાં ઉપયોગમાં આવેલ સિક્કાઓને જોવા સ્થાનિકો ઉમટી પડે છે ખસ સો રૂપિયાના અને હજાર રૂપિયા ના સિક્કા એ શહેરમાં ખૂબ જ આકર્ષણ સર્જ્યું છે સાથે સાથે એક રૂપિયાની અને પાંચ રૂપિયાની તથા વીસ રૂપિયાની નવી નોટો જે અત્યારે બજારમાં હજુ ચલણમાં આવી નથી ત્યારે ગુરુનાનક સોસાયટી યુવક મંડળ દ્વારા આ નોટો ની વ્યવસ્થા ઊભી કરી અને શ્રીજીને શણગારમાં ઉપયોગમાં લેવામાં આવતા શહેરીજનો પણ નવી ચલણ ની નોટો ને દેખાડવા શ્રીજી દર્શને ઉમટી પડે છે

Conclusion:યુવક મંડળના પ્રમુખ જય ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યુવક મંડળ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે પરંતુ છેલ્લા આઠ વર્ષથી વિવિધ થીમ ઉપર ગણેશ ઉત્સવનું આયોજન કરી અને સમાજમાં પ્રેરણાદાયક કાર્યો કરવામાં આવે છે આ વર્ષના મુદ્રા ગણેશ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ભારત દેશમાં ચલણમાં વપરાતી તમામ પ્રકારની નોટો અને સિક્કાનો ઉપયોગ કરી અને ગણેશજીને શણગાર સજાવવામાં આવ્યા છે જેની પાછળ 20 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને અંદાજિત એક લાખ ૫૧ હજાર રૂપિયા નો ઉપયોગ કરી આ શ્રીજીને શણગારવામાં આવ્યા છે.

બાઈટ જયભાઈ (આયોજક).
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.